સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

જામનગરની એક ગરબીમાં ડીજે નહીં શાસ્ત્રીય સંગીતજ્ઞોની કૃતિઓ પર ગરબે મેં છે બાળાઓ

મારુ કંસારા સમાજ યોજિત ગરબીમાં કોઈપણ જાતના માઈક કે આધુનિક વાંજીત્રો વાગતા નથી

જામનગર :નવરાત્રીએ ડીજેના તાલે ઘૂમતી પેઢી શાસ્ત્રીય સંગીતથી વાકેફ થાય તે માટે જામનગરમાં એક ગરબીનું છેલ્લા સાત દાયકાથી આયોજન થાય છે. જામનગરની જૂની કંસારા બજારમાં યોજાતી મહાકાળી ગરબી મંડળ આયોજીત શેરી ગરબીમાં કોઈપણ જાતના માઈક કે આધુનિક વાજિંત્રો વગર  બાળાઓ ગરબે ઘૂમે છે.

  મારૂ કંસારા સમાજ  દ્વારા આયોજિત આ ગરબીમાં શાસ્ત્રીય સંગીતજ્ઞો એવા હરિપ્રસાદજી અને આદિત્યરામજીની કૃતિઓ રજૂ કરવામા આવે છે. અહીં ગરબે ઘૂમતી બાળાઓ પોતાના મુખેથી જ ગાય છે અને ગરબે ઘૂમે છે. નવી પેઢી શાસ્ત્રીય સંગીતથી આકર્ષાય તે માટે અહીં ગરબી મંડળ દ્રારા બાળાઓ પાસેથી કોઈ ફી પણ વસૂલ કરતું નથી.

(12:32 am IST)