સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરીને કોંગ્રેસ સમીતી દ્વારા ઘેરાવ

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ, તા., ૧૬: સુરેન્દ્રનગર કોંગ્રેસ સમીતી દ્વારા સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ઘેરાવ કરાયો હતો. જેમાં પાક વિમો નર્મદા કેનાલમાં પાણી આપી અને એસઆરપી પોલીસ ગોઠવવા, સુરેન્દ્રનગર જીલ્લાને અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવા માંગ. કોંગ્રેસના ૪ ધારાસભ્ય અને સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ પ્રમુખએ કરી હતી. ત્યારે મોટી સંખ્યામાં ખેડુતો આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડુતો હાજર રહયા હતા.  આ તકે નૌશાદભાઇ સોલંકી, ધારાસભ્યશ્રી દસાડા લખતર અને લીંબડી ઋત્વીકભાઇ મકવાણા, ધારાસભ્યશ્રી ચોટીલા-થાન અને મુળી પરસોતમભાઇ સાબરીયા ધારાસભ્યશ્રી ધ્રાંગધ્રા અને હળવદ મનુભાઇ પટેલ પ્રમુખશ્રી સુરેન્દ્રનગર જીલ્લા કોંગ્રેસ સમીતી કલ્પનાબેન ધોરીયા, પ્રમુખ સુરેન્દ્રનગર જીલ્લા પંચાયત આ ઉપરાંત સુરેન્દ્રનગર જીલ્લા ખેડુત અગ્રણી મોહનભાઇ પટેલ અને સુરેન્દ્રનગરના તમામ ગામોના ખેડુતો જોડાયા હતા.(૪.૬)

 

(3:34 pm IST)