સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

ગોંડલના મોટા દડવામાં જુગાર રમતા ચાર પકડાયા

સંજય, બહાદુર, ભુપત અને અજય ઉર્ફે પુઠીયાની ધરપકડ

રાજકોટ તા. ૧૬: આટકોટના મોટા દડવા ગામમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડી જુગાર રમતા ચાર શખ્સોને પકડી લીધા છે.મળતી વિગત મુજબ આટકોટ પોલીસ મથકના એએસઆઇ ધર્મિષ્ઠાબેન માઢક તથા હીરાભાઇ ખાંભલા સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે બાતમીના આધારે મોટા દડવા ગામમાં જસાપર ગામ જવાના રસ્તે દેવીપૂજક વાસમાં દરોડો પાડી મોટા દડવાના રસ્તે દેવીપૂજક વાસમાં જુગાર રમતી સંજય કેસુભાઇ સોલંકી (ઉ.વ. રપ), બહાદુર બચુભાઇ સોલંકી (ઉ. ૪૦), ભુપત રઘુભાઇ સોલંકી (ઉ.૪૦) અને અજય ઉર્ફે પુઠીયા લધુભાઇ સોલંકી (ઉ.વ. ર૩) ને પકડી લઇ રૂ. ર૦૩૦ની રોકડ સહિતની મતા કબજે કરી કાર્યવાહી કરી હતી.

(3:34 pm IST)