સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

વેરાવળનાં કદવાર ગામે ટ્રક રીક્ષા અકસ્માત એકનું મૃત્યુ

વેરાવળ, તા.૧૬: સુત્રાપાડા તાલુકાના કદવાર ગામે રોડ ઉપર પુરપાટ ઝડપેટ્રક નં.જીજે.૦૭.ર૬૪૦ના ચાલકે સામેથી આવતી રીક્ષા સાથે ભટકાડી દેતા કદવારના હીરાભાઈ સોલંકીને ગંભીર ઈજાઓ થયેલ હતી જેનું સારવાર દરમ્યાન મૃત્યુ થયેલ હતું આ અકસ્માત થતા ટ્રક મુકી ટ્રક ચાલક નાશી જતા ગુનો નોધી વધુ તપાસ હાથ  ધરેલ છે.

વાહન ચોર ઝડપાયો

વેરાવળ વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાએથી મોટરસાઈકલો ચોરતોવાહન ચોર બાતમીના આધારે તાલાલા નાકાથી ઝડપી પાંચ મોટર સાઈકલ રૂ.૧,રપ,૦૦૦ નો મુદામાલ કબજે કરેલ હતો.

 વેરાવળ પોલીસે બાતમીના આધારે તાલાલા રોડ ઉપર વાહન ચેકીગ કરતા હોય તે દરમ્યાન ચેતન દીપક ડાભી રહે.ભાલકા વાળો પુરપાટ ઝડપે જતો હોય તેને રોકી તેની પાસે કાગળો માંગતા કંઈ મળેલ ન હોય જેથી તેને પોલીસ સ્ટેશને લાવેલ અને પુછપરછ  કરતા તેમને વેરાવળ શહેરના જુદા જુદા વિસ્તારમાં પાંચ મોટર સાઈકલો બે માસ દરમ્યાન ચોરી લીધેલ હોય જેથી તેની પાસેથી તમામ મોટરસાઈકલો રૂ.૧,રપ,૦૦૦ની કબજે કરેલ હતી અને હજુ પણ કેટલી મોટરસાઈકલો ચોરેલ છે તે માટે કોર્ટમાં રજુ કરી રીમાન્ડ માંગવામાં આવશે તેમ જણાવેલ હતું.

અપઘાતનો પ્રયાસ

સુત્રાપાડા રંગારા શેરીમાં રહેતા પ્રવિણાબેન નિલેષભાઈ શ્રીમાણી ઉ.૩૩ અગમ્યકારણોસર ગળાફાસો ખાઈ જતા બેભાન હાલતમાં હોસ્પીટલમાં આવેલ જેને વધુ સારવાર માટે જુનાગઢ ખસેડેલ છે પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરેલ છે.

મોબાઇલ ચોર ઝડપાયા

વેરાવળ સોની બજાર જુના ભોયવાડા માં રહેતો કનૈયાલાલ ઉર્ફે  કાનો જયંતિલાલ ગોહેલ નામનો શખ્સ સાયકલ લઈને જતો હતો. એ દરમીયાન એલસીબીના સ્ટાફે તેને શંકાના આધારે અટકાવી તપાસ કરતા તેની પાસેથી ૬ ચોરાઉ મોબાઈલ મળી આવ્યા હતા અને રૂ.૩૧ હજારનો મુદામાલ કબજે કરી ગુનો નોધી આગળ ની કાર્યવાહી હાથ ધરેલ છે.(૨૨.૧૧)

(3:34 pm IST)