સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

મોરબીમાં ચાંદનીબેન સાણજાનો એસીડ પી આપઘાતઃ બે સંતાનોએ માતાની છાંયા ગુમાવી

મોરબી તા. ૧૬ :.. મોરબીમાં પરણિતાએ એસીડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો.

મળતી વિગતો મુજબ મોરબીના રવાપર રોડપર આવેલ ગોકુલનગરના શ્યામ એપાર્ટમેન્ટ બ્લોક નં. ૪૦૩ માં રહેતી ચાંદનીબેન હિતેષભાઇ સાણજા નામની પરિણિતાએ કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લેતાં તેણીને સારવારમાં ખસેડાઇ હતાં. જયાં ફરજ પરના ડોકટરે તેણીને મૃત જાહેર કરી હતી. મૃતકના ૧૮ વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં. બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. પોલીસે બનાવની નોંધ કરી તપાસ આદરી છે. (પ-૧૮)

(3:33 pm IST)