સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

જામકંડોરણામાં કિશાનોની વિવિધ માંગણીઓ અંગે કિશાન સંઘ દ્વારા મામલતદારને આવેદનપત્ર

જામકંડોરણા તા. ૧૬:  તાલુકા ભારતીય કિશાન સંઘના પ્રમુખ વિનોદભાઇ દેસાઇની આગેવાનીમાં મુખ્યમંત્રીને ઉદેશીને કિશાનોની વિવિધ માંગણીઓ અંગે જામકંડોરણા મામલતદારને આવેદનપત્ર પાઠવેલ.

આવેદનપત્રમાં જણાવેલ છે કે હાલની  અછત પરિસ્થિતિની સંપૂર્ણ સમીક્ષા કરી જામકંડોરણા તાલુકામાં પુરતા  પ્રમાણમાં વરસાદ પડેલ નથી. જેથી જામકંડોરણા તાલુકાને અછતગ્રસ્ત વિસ્તાર તરીકે જાહેર કરવો અને ઘાસચારા સહિતની વ્યવસ્થા કરવી, પાકવિમા યોજનાને મરજીયાત કરીને હાલ તત્કાલ અન્યાય દૂર કરીને જયાં પાક નિષ્ફળ ગયેલ છે ત્યાં નુકશાનીનું સર્વે કરાવીને યોજનાની ખામીઓ દૂર કરવી, કૃષિક્ષેત્ર પરનો તમામ વસ્તુ પરનો જી.એસ.ટી. તત્કાલ પાછો ખેંચવો, ખરીફ સીઝનના પાકના પાણી પત્રક તુરંત ઓનલાઇન કરાવવા તમામ ખરીફ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા રાસાયણીક ખાતર પરનો ભાવવધારો પાછો ખેંચવો, જમીનનો રી-સર્વેમાં થયેલી ક્ષતિઓ દુર કરવી તમામ પ્રકારના કૃષિવીજ જોડાણોમાં સમાન વીજદરનો અમલ કરવો તમામ માર્કેટ યાર્ડોમાં ફરીજીયાત હરરાજી પ્રથા ચાલુ કરાવવી અને ઠેકા પદ્ધતી દુર કરવી સિંચાઇ સુવિધાથી વંચિત ગામો માટે નહેરો તળાવોની યોજના માટે એકશન પ્લાન બનાવવો, ટ્રેકટર પરના ટેક્ષ દૂર કરી ટ્રોલીને આધુનિક ગાડાની માન્યતા આપી પાસીંગમાંથી મુકિત આપવી, સરકારશ્રીના મેન્યુઅલ મુજબ તલાટી મંત્રીઓને તેના કવાર્ટરમાં ફરજીયાત રહી તેને સોંપવામાં આવેલ ગામડાઓમાં રેગ્યુલર હાજરી આપવી, ડુપ્લીકેટ બિયારણ તથા ખાતરના ઉત્પાદકોને કડકમાં કડક સજા કરવા સહિતની વિવિધ માંગણીઓ કરવામાં આવેલ.(૧૧.ર)

 

(12:03 pm IST)