સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

તાલાળા-ઉના પંથકમાં જુનાગઢ આરઆર સેલ દ્વારા ખનીજ ચોરીના દરોડા

જુનાગઢ તા.૧૬: જુનાગઢ રેન્જ આઇજીપી શ્રી સુભાષ ત્રિવેદીએ દારૂ જુગારની પ્રવૃતિ સખ્ત હાથે ડામી દેવા જારી કરેલ આદેશ કર્યો હતો.

જેથી આરઆર સેલના પીએસઆઇ ડી.બી. પીઠીયા તથા સ્ટાફને ખાનગી રાહે હકીકત મળતા તાલાળા તાલુકાના પાણી કોઠા ગામે રેઇડ કરી જુમા ગુલાબ ડફેરના કબ્જામાંથી દેશી દારૂ બનાવવાનો આથો લી ૩૦૦ સાથે ઝડપી લીધો હતો તેમજ ઉના તાલુકાના કોબ ગામે દારૂ અંગે દરોડો પાડી ભરત પાલા રાઠોડના ઘરેથી ઇંગ્લીશ દારૂ બોટલ નંગ-૭૦ નો મુદ્દામાલ કબ્જે કરી નવા બંદર પોલીસમાં ફરિયાદ રજીસ્ટર કરાવેલ તેમજ ગેરકાયદેસર રેતી ભરેલ ટ્રેકટર પકડી ઉના પોલીસ સ્ટેશનમાં ડિટેઇન કરી આગળની કાર્યવાહી અર્થે સોંપેલ છે.(૧.૪)

(12:02 pm IST)