સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

ઉપલેટાનાં પરાગભાઇ શાહની ડી. એસ. વણિક સમાજ-ગુજરાતના પ્રમુખપદે વરણી

ઉપલેટા તા. ૧૬ :.. કેન્દ્રીય સંસ્થા ગુજરાત વિભાગની ચૂંટણી જાહેર થઇ હતી. તેમાં ત્રણ ઉમેદવારોએ ફોર્મ ભરેલ. ઓલ ઇન્ડીયા ડી. એસ. વણિક સમાજ નીચે પાંચ વિભાગ આવેલ છે. જેમાં ગુજરાત વિભાગ નીચે દિલ્હી, રાજસ્થાન, પોંડીચેરી, જમ્મુ કાશ્મીર, અને ગુજરાત આમ કુલ મળી પાંચ રાજયોનો બનેલ ગુજરાત વિભાગની ચૂંટણી જાહેર થઇ. તેમાં ત્રણ ઉમેદવારો દ્વારા ફોર્મ ભરાયેલ તે મુજબ વડોદરા મહાજનના ઉપપ્રમુખશ્રી કેતન પારેખ, દિલ્હી સ્થિત યુવક મંડળના પુર્વ પ્રમુખ સમ્રાટ મહેતા અને ઉપલેટા મહાજનના પુર્વ પ્રમુખ પરાગ શાહ એ ફોર્મ ભર્યા હતાં.

ત્રણેય યુવાન ઉમેદવારો, ત્રણેય સક્ષમ ઉમેદવારો અને સંગઠનમાં કામ કરેલા ઉમેદવારો હતાં. ફોર્મ પાછા ખેંચવાની તારીખ જતી રહી પણ કોઇના ફોર્મ પાછા ખેંચાયા નહી, ઓલ ઇન્ડીયાના પ્રમુખશ્રી મધુકરભાઇ શેઠ અને ઇલેકશન ઓફીસર શ્રી મેહુલભાઇ શાહ દ્વારા અમદાવાદ ખાતે સહમતી સાધવા એક બેઠક બોલાવવામાં આવી. જેમાં પણ સફળતા ન મળતા બધાને ચૂંટણી દેખાઇ રહી હતી. આ સમયમાં ત્રણેય ઉમેદવારોની સમજદારી કામ આવી અને સમાજને વિભાજનની દિશામાં ન લઇ જઇને ત્રણેય વચ્ચે સહમતી સાધતા પરાગભાઇ મુકુંદરાય શાહના નામ પર બીજા બંને ઉમેદવારોએ પોતાનો ટેકો જાહેર કરતા ચૂંટણી અધિકારીશ્રીએ પરાગભાઇ શાહને ગુજરાત વિભાગના પ્રમુખ તરીકે જાહેર કર્યા, પરાગભાઇ મુળ ઉપલેટાના જ વખતની છે અને ઉપલેટા મહાજનમાં ૧૮ વર્ષથી સેવા આપતા આવ્યા છે. રાજકીય ક્ષેત્રે તેઓ ભાજપના સનિષ્ઠ સીનીયર આગેવાન છે. નગરપાલીકામાં ત્રણ ટર્મથી ચૂંટાઇ આવી, પ્રમુખપદની દાવેદારી સુધી પહોંચીયા હતા અને ત્રણેય વખત સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન પદ પર દરેક ટર્મમાં ચેરમેન તરીકે રહ્યા અને મેનેજમેન્ટમાં પણ એક્ષપર્ટ છે. રાજકીય જીવન અને સામાજીક જીવનમાં ખૂબ જ વફાદારી પુર્વક તેઓ ફરજ બજાવતા આવ્યા છે. અને એક સ્વચ્છ છબી ધરાવતુ વ્યકિતત્વ અને અનેકવિધ સંસ્થા સાથે જોડાયેલ છે. સમાજના કુળદેવી માતૃ સામુદ્રીભવાની ના સ્થાન હળવદ તાલુકાના સુંદરી ગામે પરાગભાઇ શાહએ માતાજીના આર્શિવાદ મેળવી પ્રમુખપદના શપથ લીધા હતાં. સાથે સાથે તેમની કેબીનેટના ર૩ સભ્યો અને વિવિધ કમીટીના ચેરમેનો ના પગ શપથ લેવડાવવામાં આવ્યા હતાં.

શપથવિધીમાં ગુજરાત મહાજનોના અનેકવિધ શહેરના મહાજન, મહિલા મંડળ, યુવક મંડળ અને સામાજીક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતાં. પરાગભાઇ એ તેમની ટીમમાં દરેક મહાજન અને યુવા પ્રતિભાઓને સ્થાન આપ્યુ હતું એક નવી ડાયનેમીક ટીમ કાર્યરત થતા દશા સોરઠીયા વણિક સમાજમાં ખુબ જ મોટી આશાઓ જન્મી છે. આ ટીમ આવનાર ૪ વર્ષમાં સમાજને અગ્રીમ હરોળના પ્રોજેકટ આપીને નવી દિશા તરફ લઇ જશે. તે આશાઓ અને ખેવના સાથે એક રસ સમાજ, એક જૂથ સમાજની દિશા બનશે. આ તકે પરાગભાઇ શાહને વિવિધ સમાજીક સંગઠનો અને ઉપલેટાના પુર્વ ધારાસભ્યોએ શુભેચ્છા પાઠવી હતી. (પ-૧૧)

(12:02 pm IST)