કોલકીથી ખાખીજાળીયા રોડ ઉપર ઠેરઠર મોટા ગાબડાં વહેલી તકે યોગ્ય નિકાલ નહિં આવે તો રસ્તા રોકો આંદોલન
ઉપલેટા તા.૧૬: ઉપલેટા તાલુકાના ખાખીજાળીયા થી કોલકી રોડ તરફનો રસ્તો નિકળે છે. આ રોડની હાલત ખરાબ હોય અને મસમોટા ગાબડા તેમજ ધુળીયો રસ્તો બની જતા ત્યાંથી પસાર થતા વાહન ચાલકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને અવારનવાર ભયજનક રસ્તાઓને લીધે અકસ્માત થવાનો ભય સતાવ્યા રાખે છે.
કોલકી તેમજ આજુબાજુના ગામડાઓ માટે ધોરાજી તરફ જવા માટેનો શોર્ટકટ રસ્તો મુખ્ય રોડ હોય તેથી વહેલામાં વહેલી તકે આ રસ્તો રીપેર કરવાની માંગણી સાથે ઉપરોકત વિસ્તારમાં રહેતા ગ્રામજનોને પડતી મુશ્કેલીઓ અંગે ત્યાંના સરપંચ તેમજ ગઢાળા ના સરપંચ નારણભાઇ આહિરને રજુઆત બાદ આ અંગે માર્ગ-મકાનના વિભાગીય વડાને લેખીત જાણ કરેલ છે. અને તાત્કાલીક ધોરણે ઉપરોકત રસ્તાઓનું રીપેરીંગ કામ કરવામાં નહિં આવે તો તમામ ગ્રામજનોને સાથે રાખી રસ્તા રોકો સહીત જલદ આંદોલનની ચીમકી આપી છે. (૧૧.ર)