સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

પાટણવાવમાં ભાવભેર નવરાત્રીપર્વની ઉજવણી

 પાટણવાવ : નવરાત્રી પર્વની પ્રાચીન રાસ ગરબાની રમઝટ વચ્ચે નવરાત્રી પર્વની ઉલ્લાસમય ઉજવણી થઇ રહી છે. રામમંદિરે શ્રી સેવા સમાજની ગરબી તથા હર્ષદ ચોકમાં હરસિધ્ધી ગરબી મંડળ તથા શ્રી રત્નેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ જય અંબે ગરબી મંડળ સહિત મંડળોએ પોતાની પ્રાચીનતા જાળવી રાખી છે. શ્રી સેવા સમાજ પાટણવાવની ગરબીમાં ભેદભાવ વગર દરેક બાળાઓ રાસ ગરબાની રમઝટ બોલાવે છે અને કોઇ ફી પણ લેવામાં આવતી નથી. રાસ રમનારને ઇનામ આપી પ્રોત્સાહિત પણ કરવામાં આવે છે. પાટણવાવમાં ઢોલના તાલ સાથે પ્રાચીન રાસ ગરબા રમીને નવરાત્રી ઉત્સાહભેર ઉજવણી થઇ રહી છે. રાસ રમતી બાળાની તસ્વીર. (તસ્વીર : એન.બી.જેઠવા,પાટણવાવ)(૪૫.૬)

(11:58 am IST)