સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

ટર્મિનલ પ્રોજેકટને જો મંજુરી મળશે તો કોડીનારના સીમાહ પોર્ટના માછીમારોને હિજરત કરવાનો વારો આવશે

કોડીનાર તા.૧૬: શાપુરજી પાલોનજી ગૃપના કોડીનાર ખાતેના છારા-સરખડી ગામ નજીક સીમાર પોર્ટ ખાતે વેસ્ટ-કોસ્ટ લીકવીડ ટર્મીનલ નામે આકાર લઇ રહેલ ૧૦ એમ.એમ.ટી.પી.એ.ની ઉત્પાદન અને સ્ટોરેજ પ્લાન ને પર્યાવરણીય મંજુરી આપવામાં આવશે તો આ વિસ્તારના હજારો માછીમારો ને હિજરત કરવી પડશે અને આ વિસ્તારનો મચ્છી ઉદ્યોગ સાવ મૃતપાય બની જશે. તેમજ ભવિષ્યમાં કયારેય ભરપાઇ નીહ થઇ શકે તેવું હવા અને દરિયાઇ પર્યાવરણનું નુકશાન થઇ શકે તેમ છે.

કોડીનારના છારા-સરખડી ના દરિયા કાંઠાના અભ્યાસ દરમ્યાન જાણવા મળ્યું છે કે આ વિસ્તારમાં ઉનાળાની ઋતુ દરમ્યાન ફલાયટો પ્લાકટોન નામની દરિયાઇ વનસ્પતિનું મોટા જથ્થામાં પ્રમાણ નોંધાયું છે આ પ્રકારની વનસ્પતિ સુર્ય પ્રકાશ સાથે ના પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયાથી પૃથ્વી ઉપરના હયાત ઓકસીજનમાં ૫૦% ઉપરાંત ઓકસીજન ઉત્પન્ન થાય છે. કંપની દ્વારા લીકવીડ ટર્મીનલના પ્રોજેકટમાં વપરાયેલ ઓઇલ, ઇ.વી.પી.વેસ્ટ, પીગીંગ વેસ્ટ સહિતના જોખમી ઝેરી કચરો દરિયામાં જવાથી દરિયાઇ વનસ્પતિ સંપુર્ણ નાશ પામશે જેથી ઓકસીજન ઉત્પાદનની પ્રક્રિયા થઇ શકશે નહી આ ઉપરાંત આ જોખમી કચરાથી દરિયાઇ મત્સઉદ્યોગ સંપુર્ણ નાશ પામશે જેથી માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા હજારો લોકોને સ્થળાંતર (હિજરત) કરવાનો વખત આવશે તેમાં કોઇ શકને સ્થાન નથી.

કંપની એ રજૂ કરેલા પ્રોજેકટ રીપોર્ટમાં પ્રોજેકટ ચાલુ થતા માત્ર ૭૦ વ્યકિત ને જ કાયમી રોજગારી મળશે ત્યારે ૭૦ વ્યકિત માટે હજજારો માછીમારોની રોજીરોટી છીનવાઇ જશે તેનું શું?

ગુજરાતના માછીમારોનો વિદેશી હુંડીયામણ રળી આપતી ફીસીંગ ઉદ્યોગ મૃતપાય બની જશે તેમાં કોઇ શંકાને સ્થાન નથી ત્યારે કોડીનારના છારા-સરખડી ગામના સીમાર પોર્ટ ખાતે આવનાર ટર્મીનલ પ્રોજેકટનો આ વિસ્તારમાં જોરદાર વિરોધ વંટોળ ઉઠયો છે.(૧.૧૧)

(11:55 am IST)