સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

પોરબંદરઃ પેટ્રોલ પમ્પમાં પેટ્રોલની નળી પારદર્શક રાખવા મુખ્યમંત્રીને રજુઆત

પોરબંદર, તા.૧૬: બક્ષીપંચ મોચ્ચાના જીલ્લા પ્રમુખ કિરાટભાઇ મોઢવાડીયાએ મુખ્યમંત્રીને લેખીત રજુઆત કરીને પેટ્રોલ પંમ્પ પર પેટ્રોલ ભરવાની નળી કાળા કલરના બદલે પારદર્શક નળી લગાવવામાં આવે તો ગ્રાહકોને પોતાના વાહનમાં ભરાતું પેટ્રોલ/ડીઝલ દેખાઇ શકે તેમ જણાવેલ છે.

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રુડ/ઓઇલના ભાવ વધવાથી ભારતમાં પેટ્રોલ/ડીઝલના ભાવ વધી રહ્યા છે. પ્રજાને પેટ્રોલ/ડીઝલ મોંઘા લાગવા મંડયા છે, તેમાં પણ પેટ્રોલ પંમ્પવાળાઓ પંમ્પ મશીન સાથે ચેડા કરીને લીટરે ૧થી ૧.૫ પોઇન્ટ ઓછુ એટલે કે ૧૦ લીટરે ૧ થી દોઢ લીટર પેટ્રોલ/ ડીઝલ ગ્રાહકને ઓછુ મળે છે એવું પંમ્પ મશીનમાં સેટીંગ કરે છે, પેટ્રોલ પંમ્પે ગ્રાહક પોતાના વાહનમાં પેટ્રોલ/ડીઝલ  પુરાવવા જાય ત્યારે પંમ્પનો કર્મચારી કાળારંગની પાઇપ  લગાડેલ નોઝલ વાહનની ટેન્કમાં જ ઘુસાડી દયે છે અને ત્યારે માત્ર આંકડા ફરતા દેખાય એટલે ગ્રાહક માની લ્યે છે કે પેટ્રોલ/ડીઝલ પોતાના વાહનમાં પુરાઇ રહ્યું છે પછી તે ૧થી ૧.૫ ટકાનું ગાબડુ પડતું હોય તે દેખાતું નથી. પુરવઠા ખાતુ કયારેક ચેકીંગ કરે છે પરંતુ આ સમસ્યોઓનો કાયમી નિકાલ આવતો નથી. તેમ રજુઆતમાં જણાવેલ છે.(૨૨.૫)

(11:52 am IST)