સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

જામનગર જિલ્લામાં રોગચાળા નિયંત્રણ માટે દરેડમાં આરોગ્ય સભા-ઉકાળાનું વિતરણ

જામનગર તા. ૧૫ ઓકટોમ્બર, ભારત સરકાર દ્રારા ૨૦૩૦ સુધીમાં મેલેરીયા નાબુદી અભિયાન અમલમાં મુકવામાં આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્રારા ૨૦૨૨ સુધીમાં મેલેરિયા મુકત ગુજરાત - અભિયાન એમ ચાર વર્ષમાં હાંસલ કરવા સૂચન કરેલ છે. આ ઉદેશને સાકાર કરવા વર્ષ ૨૦૧૭ થી સદ્યન ઝુંબેશ શરૂ કરેલ છે.

જેથી સમ્રગ પરીસ્થિતિને ધ્યાને લઇ રોગચાળા ન થાય આગમચેતીના પગલાં માટે ગામ-દરેડ ખાતે આરોગ્ય સભાનું આયોજન કરવામાં આવેલ હતું.  ચેરમેન - રેખાબેન અરવિદભાઈ ગજેરા, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.જે. જે. પંડયા, તેમજ જીલ્લા મેલેરિયા અધિકારીશ્રી જે.એન. પારકર, તાલુકા હેલ્થ અધિકારીશ્રી  ડો. ગુપ્તા, મેલેરિયા અધિકારીશ્રી, જામનગર મહાનગર પાલિકા, જીલ્લા આયુવેદ અધિકારીશ્રી, તાલુકા પંચાયત સદસ્યશ્રી, દરેડ - ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામના આગેવાનો હાજર રહેલ. જેમાં મેલેરિયા, ડેન્ગ્યું, ચિકનગુનિયા, સીઝનલ ફ્લુ અને અન્ય રોગચાળાનો કેવી રીતે ફેલાવો થાય છે તેના નિવારણના પગલાંઓ અંગેનું  જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ હતું.તેમજ તાલુકા - જામનગરના ૨૨ આરોગ્ય કર્મચારીઓ ટીમ બનાવી હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ હાથ ધરી મેલેરિયા, ડેન્ગ્યું, સીઝનલ ફ્લુ જેવા રોગ અટકાયત કામગીરી અને પત્રિકા વિતરણ કરવામાં આવેલ. તેમજ ગામ-દરેડ ખાતે જીલ્લા પંચાયત, આયુર્વેદ શાખા, જામનગરની મેડીકલ ટીમનના સહયોગ થી સીઝનલ ફ્લુ-ડેન્ગ્યું અટકાયત રોગ પ્રતિકારક આયુર્વેદ ઉકાળા વિતરણ કરવમાં આવેલ હતું. જેમાં ૫૦૦ થી ૭૦૦ ગામના લોકોએ ઉકાળાનો લાભ લીધી હતો.

વાહકજન્ય રોગોનો ફેલાવો અટકાવવા માટે રાજય સરકારના ઘનિષ્ઠ પ્રયત્નોને ત્યારે જ સફળતા મળે કે જયારે પ્રજાજનો સહકાર આપે. લોકોની સુખાકારી એ સરકારીની જવાબદારી છે. પરંતુ સહકાર મળવોએ અનિવાર્ય છે. તેમ ડો. જે.જે. પંડાય, મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રીની યાદીમાં જણાવાયું છે.(૨૨.૪)

(11:52 am IST)