સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

મોરબીમાં ૬૦ વર્ષથી પ્રાચીન પરંપરા જાળવતી જુની રેલ્વે કોલોનીની ગરબી

મોરબી તા.૧૬: ડિસ્કો યુગમાં પ્રાચીન પરંપરા જાળવતી ૬૦ વર્ષ થી વધુ જુની રેલ્વે સ્ટેશન સામે જુની રેલ્વે કોલોની ગરબી મંડળમાં ૭૫ બાળાઓ માં નવદુર્ગાના વિવિધ રાસ ગરબાની ધુમ મચાવે છે.

ગરબી માટે અનિલભાઇ રાઠોડ, ચંપકસિંહ રાણા, રવિભાઇ પંડયા, અવધા ગોસ્વામી, નિરંજનભાઇ પંડયા, તુષાર કોટક, આષીશ દેવમોરારી, મેહુલ મહેતા, રાજેશ રાઠોડ જહેમત ઉઠાવી રહયા છે.(૧.૧)

 

(9:50 am IST)