સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th October 2018

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેકની જીત અને ઉમેદવારી ફોર્મ રદ કરવા હાઇકોર્ટમાં અરજી :4થી નવેમ્બરે સુનાવણી

કોંગ્રેસના ઉમેદવાર મેરામણ આહીરે પબૂભાનું ઉમેદવારી ફોર્મ ખોટું ભરાયું હોવાની કરી રજૂઆત

 

દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક સામે હાઈકોર્ટમાં અરજી થઈ છે. 2017માં વિધાનસભાની ચૂંટણીમાં પબુભા માણેક ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. ત્યારે તેમની સામે હારેલા કોંગ્રેસના ઉમેદવાર મેરામણ આહીરે પબુભાની જીત અને તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવા હાઈકોર્ટમાં અરજી કરી છે.

   મામલે પબુભા માણેકનું ઉમેદવારી પત્ર ખોટું ભરાયું હોવાની રજૂઆત કરીને મેરામણ આહીરે અરજી કરી હતી. મામલે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જોકે 4 નવેમ્બરે વધુ સુનાવણી હાથ ધરાશે.

(10:38 pm IST)