પોરબંદરના બોખીરામાં જુગાર રમતા ૭ શખ્સો ૧૯ હજારની રોકડ સાથે ઝડપાયા
પોરબંદર, તા. ૧૬ : બોખીરા દ્વારકાપુરી આગળ જાહેર રસ્તામાં તીનપતી જુગાર રમતા ૭ શખ્સોને રોકડા રૂ. ૧૯,૧૩૦/- સાથે પોલીસે પકડી પાડેલ છે.
જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પાવર તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીનાઓ દ્વારા જિલ્લામાં દારૂ/જુગારની ગે.કા. પ્રવૃત્તિ નાબુદ કરવા આપેલ ખાસ સુચના અન્વયે પોરબંદર શહેર વિભાગના ઇ/ચા નાયબ પોલીસ અધિક્ષક એસ.એમ. ગોહિલ સા.ના.ઓના માર્ગદર્શન હેઠળ પો. સબ. ઇન્સ. એસ. એ. સોલંકી તથા ઉદ્યોગનગર પો. સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો ઉદ્યોગનગર પો. સ્ટે. વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન લોકરક્ષક વિજય ખીમાભાઇને બાતમી મુજબ બોખીરા દ્વારકાપુરી આગળ જાહેર રસ્તામાં જુગાર રમતા કેતન મોહનભાઇ માવદીયા (ઉ.વ.૩૦) રહે. બોખીરા દ્વારકાપુરીની બાજુમાં શીવ પાર્ક, કેશુ છગનભાઇ ચુડાસમા (ઉ.વ.૪૯) રહે. પીપળીયા, તુલસી નાથાભાઇ ચુડાસમા (ઉ.વ.૩૧) રહે. પીપળીયા ગામ ધાર વિસ્તાર, મહેન્દ્ર ઉર્ફે મનોજ ભીમગર મેધનાથી (ઉ.વ.૩૧) રહે. બોખીરા, નિલેશ મનસુખભાઇ ભરડવા (ઉ.વ.૩પ) રહે. બોખીરા, પ્રફુલ દેવજીભાઇ ચુડાસમા (ઉ.વ.૩પ) રહે. બોખીરા તુંબડા, કેશુ નાથાભાઇ ઓડેદરા (ઉ.વ.૩પ) રહે. ભોદવાળાઓના કબ્જામાંથી ગંજીપતાના પાના તથા રોકડા રૂ. ૧૯,૧૩૦/-ના મુદ્દામાલ સાથે જુગાર રમતા પકડી ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં જુ. ધા. કલમ-૧ર મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે.
ઉદ્યોનગર પો. સ્ટે.ના પો. સબ. ઇન્સ. એસ.એ. સોલંકી તથા પો. હેડ કોન્સ. કે.આર. બાલસ તથા પો. કોન્સ. ભરતભાઇ ભનુભાઇ, રામશી વીરાભાઇ તથા લોકરક્ષક વિજયભાઇ ખીમાભાઇ વિગેરે રોકાયેલ હતા.