સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th September 2020

કચ્છમાં કોરોના બેકાબૂ : ભુજમાં ૫ પોલીસ કર્મીઓ, આદિપુરમાં પાંચ વીજ કર્મીઓ, કેડીસીસી બેંકના પૂર્વ ચેરમેન સંક્રમિત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૬ : કચ્છમાં એક બાજુ કોરોના બેકાબૂ ગતિએ આગળ વધે છે, બીજી બાજુ તંત્ર આંકડાઓના ખેલમાં વ્યસ્ત છે.

સરકારી ચોપડે કચ્છમાં નવા ૧૯ કેસ સાથે ૧૬૫૬ દર્દીઓ અને ૩૦૦ એકિટવ કેસ, વધુ ૧ મોત, સાજા થનાર દર્દીઓ ૧૨૬૧ છે. મોતની સંખ્યા સરકારી ચોપડે ૫૫ છે. જયારે ગુજરાત સરકારના ડેશબોર્ડ ઉપર કચ્છ જિલ્લાનો મૃત્યુ આંક ૩૯ છે. જોકે, બિનસતાવાર મોતનો આંકડો ૯૫ છે.

દરમ્યાન ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ૫ કર્મીઓ, આદિપુર પીજીવીસીએલના ૫ કર્મીઓ ઉપરાંત રાપર ભાજપના આગેવાન અને કચ્છ જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક કેડીસીસીના પૂર્વ ચેરમેન પ્રદીપસિંહ સોઢા કોરોનાથી સંક્રમિત થયા છે.

(11:29 am IST)