સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

જેતપુર વકીલ મંડળના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ સાયકલ લઈ કોર્ટે પહોંચ્યા :કાયદાનો કર્યો સખત વિરોધ

જેતપુર:રાજ્યમાં આજથી નવા મોટર વ્હિકલ એક્ટની અમલવારી શરૂ થઈ છે. જેમાં દ્વીચક્રી વાહનોના ચાલકોએ હેલ્મેટ પહેરવું ફરજીયાત હોય છે. જેતપુર વકીલ મંડળના વર્તમાન પ્રમુખ અને પૂર્વ પ્રમુખ દ્વારા સાયકલ લઈને કોર્ટે આવી આ કાયદાનો સખત શબ્દમાં વિરોધ કર્યો હતો. નવા મોટર વહીકલ એકટમાં  દ્વી ચક્રી વાહનોથી માંડીને હેવી વાહનો ચાલકો પર ખૂબ આકરા દંડની જોગવાઈ કરવામાં આવી છે. સમગ્ર દેશમાં અત્યારે ખૂબ મંદીનો માહોલ છે. લોકોની રોજગારી છીનવાઈ ગઈ છે અને દેશના મોટા ભાગના દ્વીચક્રી વાહન ચાલકો તો તેમના વાહનની પેટ્રોલ ટાંકીમાં માંડ પચાસ રૂપિયાનું પેટ્રોલ ભરાવી શકતા હોય તેવામાં આઠસોથી હજાર રૂપિયાની કિંમતનો હેલ્મેટ ક્યાંથી ખરીદી શકે.

જેથી આ કાયદાનું માન પણ જળવાઈ અને વિરોધ પણ થાય તે માટે જેતપુર વકીલ મંડળના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ પંડ્યા અને વર્તમાન પ્રમુખ દિનેશભાઇ વાઘેલા દ્વારા કોર્ટે મોટર સાયકલ પર આવવાને બદલે સાયકલ પર આવી આ કાયદાને કાળો કાયદો ગણાવી જોરદાર વિરોધ કર્યો હતો.

(9:51 pm IST)