સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

જયવંતભાઈ જસાણીનો સંથારો સીજયોઃ પાલખીયાત્રાઃ ગુણાનુવાદ

પૂ.ધીરગુરૂદેવના શુભંકર સાંનિધ્યે સુશ્રાવક

રાજકોટ,તા.૧૬: ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરૂદેવ શ્રી ધીરજમુનિ મ.સા.ના શ્રીમુખે તા.૧૫ના રવિવારે રાજકોટનિવાસી હાલ ઘાટકોપર સુશ્રાવક શ્રી જયવંતભાઈ જગન્નાથભાઈ જસાણી (ઉ.વ.૯૧)એ સંથારો ગ્રહણ કર્યા બાદ મહામંત્રનું શ્રવણ કરતાં બપોરે ૩: ૩૫ કલાકે સમાધિભાવે સીજી ગયો હતો. ત્યારબાદ આત્મ ક્ષમાપના, સ્વસ્તિક વિધિ કરાયા બાદ જીવદયા અનુદાનનો પ્રારંભ થયેલ.

જયારે આજે તા.૧૬ને સોમવારે સવારે અંતિમ નિર્યામણા વિધિ બાદ પૂ.ધીરગુરૂદેવના માંગલિક બાદ જય જય નંદા, જય જય ભદ્રાના જયનાદે પાલખીયાત્રા નીકળી હતી. જે રાજાવાડી થઈ હિંગવાલા મોટા ઉપાશ્રયે પહોંચતા પૂ.ઉર્મિલાજી મ.સ., પૂ.ભારતીજી મ.સ., પૂ.નયનાજી મ.સ., પૂ.શીલાજી મ.સ., પૂ.ખુશ્બુજી મ.સ. તેમજ નગર સેવક  પરાગ શાહ, બિપીનભાઈ સંઘવી, કીર્તિભાઈ કોઠારી, પ્રવીણભાઈ પારેખ સહિત સમસ્ત ઘાટકોપર સંઘના પ્રતિનિધિઓની હાજરી હતી. સ્મશાનગૃહે ભરતભાઈ, શેલેશભાઈ, હિતેશભાઈ જસાણી પરિવારે અંત્યેષ્ઠિવિધિ  કરેલ.

ગુરૂવારે સવારે ૯:૩૦ કલાકે હિંગવાલા મોટા ઉપાશ્રયે ગુણાનુવાદ સભા યોજાયેલ છે.

(4:06 pm IST)