સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ગીર સોમનાથના ડોળાસા રખડતા પશુઓમાં હડકવાનો રોગચાળો : ૧૫ ગાયના મોત

નિયમ મુજબ હડકવાની રસી આપવા માંગણી

ગીર સોમનાથ,તા.૧૬: ગીર સોમનાથના ડોળાસા ગામમાં રખડતા પશુઓને હડકવા થયો હોવાની સમાચાર છે. હડકવાના કારણે ગામમાં ૧૫થી વધુ ગાયોના મોત થયા છે. જેના પગલે તંત્ર દોડતુ થયું છે જયારે પશુપાલકો અને ગામ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.મળતી માહિતી પ્રમાણે કોડીનાર તાલુકાના ડોળાસા ગામમાં છેલ્લા ૫-૭ દિવસથી ગામમાં રખડતા પશુઓને હડકવા થવાના કારણે ૧૫થી વધુ ગાયોના મોત થયા છે. ગામના સરપંચના જણાવ્યા મુજબ ગામમાં ૧૫દ્મક વધુ ગાયોને હડકવા થવા લાગ્યો છે. આ હડકાવાને કારણે ૧૫ જેટલી ગાયોના મોત થાય છે. રોજ બે ત્રણ ગયો ને હડકવા થાય છે. જેમાં ગાયોના મોમાંથી લાળ ટપકવા લાગે છે. અને મહિલાઓ બાળકો સહિત વાહન ચાલકોની પાછળ દોડી મારવા લાગે છે. માટે હવે ગામના યુવાનો દ્વારા આ પ્રકારે જો કોઈ પશુ નજરે પડે તો તેમને બાંધી દેવા આવે છે. તેમજ કોડીનાર પશુપાલક ચિકિત્સક ને પણ જાણ કરવા આવી છે.

ડોલસા ગામમાં રખડતા પશુઓમાં હડકવા થવાના કારણે આજે આખું ગામ અસમંજમાં મુકાયું છે. ગામમાં મોટાભાગમાં લોકો પશુપાલન સાથે સંકળાયેલા હોઈ પશુપાલકોમાં ભયનો માહોલ સર્જાયો છે. જોકે હાલ તો રખડતા પશુઓમાં હડકવા આવવાના કારણે ૧૫થી વધુ ગાયોના મોત થયા છે. પરંતુ જો પાળતુ પેશીઓમાં પણ આ બીમારી લાગું પડે તો પશુપાલકોને રોવાનો વારો આવે. જેથી પશુ પાલકો આ રોગની વહેલી તકે રસીકરણ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. ગામના મહિલા સરપંચના પતિ પ્રતાપભાઈ મોરીએ કોડીનાર સરકારી પશુ ચિકિત્સકને જાણ કરતા તત્કાલિકના ધોરણે પશુ ચિકિત્સક ટીમે ગોળસા ગામે રખડતા પશુઓને રસી મુકવાનું કામ ચાલુ કરી દીધું છે. જયારે ડોકટરના જણાવ્યા પ્રમાણે પશુઓને હડકવા થવા પાછળ કુતરાઓ અને શિયાળ જવાબદાર હોઈ છે. જયારે આ પ્રાણીઓને હડકવા થાય અને એ જયારે કોઈ પશુઓને કરડે પછી હડકવા થાય છે. બાદમાં જયારે પશુઓના મોમાંથી ટપકતી લાળ એક બીજા પશુઓના સંપર્કમાં આવે ત્યારે થાય છે. જોકે હાલ આ પશુઓને નિયત મુજબ હડકવાની રસી મુકવાની કામગીરી ચાલુ કરવામાં આવી છે.

(4:05 pm IST)