સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

રાજ્યના અધિક ગૃહ સચિવ સંગીતા સિંહ કચ્છ સરહદની મુલાકાતે

(વિનોદ ગાલા દ્વારા) ભૂજ, તા. ૧૬ :. રાજ્યના અધિક ગૃહ સચિવ સંગીતા સિંહે કચ્છ સરહદની મુલાકાત લીધી હતી. અધિક ગૃહ સચિવ સંગીતા સિંહ પરિવાર સાથે કચ્છની મુલાકાતે આવ્યા હતા અને કચ્છના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. જો કે તેમની આ મુલાકાતને સૂચક પણ ગણાવાઈ રહી છે.

મળતી વિગતો મુજબ સંગીતા સિંહે રવિવારના રોજ સવારે કચ્છ પહોંચ્યા હતા. તેમજ ભૂજ ખાતે તેમણે ધોરડો સફેદ રણ, કાળા ડુંગર તથા ખાવડા વિસ્તારની મુલાકાત લીધી હતી. બપોર બાદ તેઓ દરિયાઈ સીમા પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યુ હતુ. કચ્છ કલેકટર એમ. નાગરાજન, પશ્ચિમ કચ્છ પોલીસ વડા સૌરભ તોલંબીયા સહિત બીએસએફના અધિકારીઓ તેમની સાથે જોડાયા હતા. માહિતી મુજબ તેમની મુલાકાત અને નિરીક્ષણ પાછળ આગામી સમયમાં થનારા આયોજન અંગે હોવાનું જાણવા મળે છે. જો કે તેની વિગતો સત્તાવાર રીતે સ્પષ્ટ થઈ શકી નથી.

(3:46 pm IST)