સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

નવા નિયમોનો પ્રંચડ વિરોધઃ લખતર સ્વયંભૂ સજજડ બંધ

 સુરેન્દ્રનગરઃ રાજયમાં લાગુ થયેલા  નવા ટ્રાફિક નિયમોને લઈને ઠેર-ઠેર લોકો રોષ જોવા મળી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા ટ્રાફિકના નવા નિયમોમાં રાહત આપવામાં આવી હોવા છતા લોકોને દંડની રકમ ખુબ વધારે લાગે છે. ટ્રાફિકના નવા નિયમોનો વિરોધ સુરેન્દ્રનગરના લખતરમાં પણ થયો છે. સુરેન્દ્રનગરના લખતરમાં ટ્રાફિકના નિયમોને લઈને બંધના એલાનનું બોર્ડ ગાંધીચોકમાં મુકવામાં આવ્યું હતુ.

સુરેન્દ્રનગરના લખતરમાં મોટર વ્હિકલ એકટ ૨૦૧૯ના નવા કાયદાના વિરોધમાં બોર્ડ મુકવામાં આવ્યું છે. હેલ્મેટ સહીત પીયુસી, લાયસન્સના નિયમોમાં મોટી રકમના દંડના કાયદા સામે વિરોધ કરવા બંધનું એલાન આપવામાં આવ્યું છે. જેમાં લખતરના વેપારીઓ અને દુકાનદારોને પણ બંધમાં જોડાવવા અપીલ કરવામાં આવી હતી. તે અન્વયે લખતર સંપૂર્ણ સ્વયંભૂ બંધ રહયું છે.

(1:49 pm IST)