સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

લીંબડીનાં મોટી કઢેચીમાં ડેન્ગ્યુથી મહિલાનું મોત

વઢવાણ તા. ૧૬ :.. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં હજુ ઝામડી ગામમાં કોંર્ગો ફિવરમાં હજુ બે મહિલાના મોત નિપજયા છે. ત્યારે વળી ડેન્ગ્યુએ લીંબડી તાલુકામાં મહિલાનો ભોગ લેતા અરેરાટી વ્યાપી છે.

લીંબડી તાલુકાના મોટી કઢેચી ગામે સખીનીબેન, વલીભાઇ હળીયાણી નામના મહિલાનું ડેન્ગ્યુના રીપોર્ટ આવ્યા બાદ અમદાવાદ સારવાર દરમ્યાન મોત નિપજેલ છે. જયારે જેનબ રબ્બાની ઉ.૧૦ નામની બાળા વિરમગામ હોસ્પીટલમાં સારવાર મેળવી રહી છે.

જયારે લીંબડી તાલુકાના ગામડાઓમાં અજગર ભરડા સમાન રોગચાળો હાલ વકર્યો હોવાનું જાણવા મળી રહ્યુ છે. (પ-૧૬)

(1:47 pm IST)