સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

મોરબી તાલુકા સેવાસદન જર્જરિત : બિલ્ડીંગમાં તિરાડો

મોરબી,તા.૧૬: તાલુકા સેવા સદન જર્જરિત બન્યું છે અને બિલ્ડીંગમાં અનેક સ્થળે તિરાડો દેખાઈ રહી છે સેવાસદનમાં હજારો કર્મચારીઓ કામ કરતા હોય તેમજ અરજદારો મોટી સંખ્યામાં આવતા હોય જેથી કોઈ દુર્દ્યટના સર્જાય તે પૂર્વે મરમ્મત કરવામાં આવે તેવી માંગ કરી છ.ે

સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશ પંડ્યા અને મુશાભાઈ બલોચ દ્વારા આર એન્ડ બી વિભાગ મોરબીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકા સેવાસદન છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત છે અને રોજ ૨૦૦૦ લોકો કામકાજ અર્થે આવે છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ અહી ફરજ બજાવી રહ્યા છે ત્યારે સેવાસદનના બિલ્ડીંગમાં તિરાડો જોવા મળી રહી છે અને દીવાલમાં સળિયા બહાર દેખાવા લાગ્યા છે તમજ ચોમાસામાં પાણી પણ અનેક સ્થળે પડે છે જેથી સરકારી કર્મચારીઓ અને અરજદારો ભય અનુભવે છે કયારેય કોઈ દુર્દ્યટના સર્જાય તો નિર્દોષ લોકોનો ભોગ લેવાય જાય તે પૂર્વે તંત્ર જાગે અને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ જો તંત્ર આ બાબતને ગંભીરતાથી ના લે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે.

(12:14 pm IST)