સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

લોધીકામાં જીલ્લા પંચાયત હેઠળના પ્રશ્નો ઉકેલવા સેમીનાર યોજાયો

ખીરસરા તા ૧૬  :  લોધીકા તાલુકા પંચાયતના સભાખંડમાં જીલ્લા વિકાસ અઘિકારી તેમજ રાજકોટ ગ્રામ્યના ધરાસભ્યશ્રી લાખાભાઇ સાગઠીયાની અધ્યક્ષ્તામાં  તાલુકા પંચાયત પ્રમુખ હરીશચંદ્રસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઉમેશભાઇ પાંભર ની ઉપસ્થિતીમાં જેલ્લા પંચાયતના કાયક્ષેત્ર હેઠળના ્રપ્રશ્નોના નિરાકરણ સેમીનારાનું આયોજન કરવામાં આવેલ.

રાજકોટ જીલ્લા વિકાસ અધિકારી રાણવાસીયા, નાયબ નિયામક પટેલએ ડી.ડી.ઓ તેમજ તાલુકા વિકાસ અધિકારી લોધીકા મીરાકુમારી સોમપુરા, તાલુકા પંચાયત સ્ટાફ વિગેરે હાજર રહેલ, તેમજ લોધીકા તાલુકાના મોટાવડા ગામનો મુખ્ય પ્રશ્ન મયુરસિંહ જાડેજા દ્વારા રજુ કરવામાં આવેલ. જેમાં જણાવેલ કે, મોટાવડાથી મેંદરડા જી.આઇ.ડી.સી. જતા શ્રમીકો, ગામના ખેડુતો તેમજ દુર શહેરમાં અભ્યાસ માટે જતા ગામના વિદ્યાર્થીઓ અને ગામના તમામ નાગરીકો માટે મુખ્ય માર્ગ જે છે તે દર વર્ષે ડોડી ડેમ ભરાયા બાદ બેઠા પુલ જે છે તે બંધ થઇ જાય છે,પાણી ફરી વળે છે તો આ ગામનો મુખ્ય પ્રશ્ન હલ કરવા રજુઆત  કરવામાં આવેલ ત્યારબાદ લોધીકા ગામના નાગરીકો દ્વારા રજુઆત કરવામાં આવેલ કે ઘણા સમયથી ૧૦૦ ચોરસવાર પ્લોટો મળેલ છે. સનંદો તેમજ હુકમો મળેલછે, પરંતુ સહાય મળેલ નથી તો યોગ્ય કરવા રજુઆત કરવામાં આવેલ.

લોધીકાથી ચીભડા, ખીરસરા રાજકોટ મુખ્ય માર્ગ તેમજ શ્રમીકો માટે જતો ફોફળ નદીનો પુલ સાવ તુટી ગયેલ છે, જે રીપેરીંગ કરવા અથવા નવો બનાવવા રજુઆત કરેલ છે, તેમજ લોધીકા કન્યાશાળાનું બિલ્ડીંગ જર્જરીત છે, પાણી પડે છે તે રિપેરીંગ કરવુ તેમજ લોધીકામાં ભુગર્ભ ગટરના મેન્ટેનન્શનો પ્રશ્ન મુખ્ય છે તે યોગ્ય કરવા રજુઆત કરવામાંઆવેલ છે. લોધીકા ગામ  સીમને જોડતા કોઝવે રીપેરીંગ કરવા બાબતના પ્રશ્નોની રજુઆત, ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવેલ અને બધા પ્રશ્નોનો યોગ્ય નિકાલ કરવા અધિકારીશ્રીઓ તેમજ પદાઘિકારીઓ અને ધારાસભ્યશ્રીએ બાંહેધરી આપેલ છે.

સરકારના વિકાસ કામોને તાત્કાલીક ધોરણે જરૂરીયાતવાળા ગામડામાં ચાલુ કરી દેવામાં આવશે તેવુ તાલુકા પ્રમુખશ્રીએ જણાવેલ છે.

(12:13 pm IST)