સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

વાસાવડ અજમેરા શાળાનું ગૌરવ

ગોંડલ :ગોંડલ તાલુકાના વાસાવડ ગામે આવેલ શ્રી શામ સમજુ અજમેરા તાલુકા શાળાના ધોરણ ૬ થી ૮ ના બાળકો એ સતત ચોથા વર્ષે પણ તાલુકા કક્ષા ની U-૧૪ ખો ખો સ્પર્ધામાં રનર્સ અપ રહી શાળા તેમજ સમસ્ત વાસાવડ ગામનું ગૌરવ વધારેલ છે આ તકે વિદ્યાર્થીઓને શાળાના આચાર્ય મોહિતભાઈ રાજાણીએ બાળકોને જરૂરી માગદર્શન આપ્યું હતું. શાળા સ્ટાફ પરિવાર દ્વારા શુભેચ્છા પાઠવી હતી.તે તસ્વીર.

(12:13 pm IST)