સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ગોંડલના ગુંદાળામાં દિનેશ અને તેની પત્નિ પર કોૈટુંબીક સગાઓનો હુમલો

તમે કેમ સગાની દિકરી રિસામણે બેઠી એના સમાધાનમાં ગ્યા'તા? કહી જીતુ ચારોલા, સંજુ અને વિજુએ ઇંટ-પથ્થરના ઘા કર્યાઃ ઘાયલોને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૧૬: ગોંડલના ગુંદાળામાં રહેતાં અને ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતાં  દિનેશ કાનજીભાઇ ચારોલા (ઉ.૩૮) નામના દેવીપૂજક યુવાન પર તેના જ કોૈટુંબીક સગા જીતુ બાબુભાઇ ચારોલા, સંજુ બાબુભાઇ અને વિજુ બાબુભાઇએ ઇંટ-પથ્થરના ઘા કરી માથા-શરીરે ઇજાઓ કરતાં અને તેને બચાવવા વચ્ચે પડેલી પત્નિ બાલુબેન (ઉ.૩૪)ને પણ ઘાયલ કરવામાં આવતાં બંનેને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.

દિનેશના કહેવા મુજબ તેના કોેટુંબીક સગાની દિકરી રિસામણે આવી હોઇ તેના સમાધાનની વાત કરવા નાતના લોકો ભેગા થયા હોઇ પોતે, પત્નિ અને માતા પણ તેમાં ગયા હતાં. આ બાબતે જીતુ, સંજુએ ખાર રાખી તમે શું કામ સમાધાનની વાતમાં ગયા હતાં? તેમ કહી ઘરે આવી પથ્થર-ઇંટના ઘા કરી ઇજા કરી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી.

(1:51 pm IST)