સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

નમામી દેવી નર્મદેઃ જીલ્લાનો કાર્યક્રમ જસદણના જીવાપર ગામેઃ કર્ણુકી ડેમ ઉપર આરતી થશે

મંત્રીશ્રી આર.સી. ફળદુના હસ્તે આરતી બાદ મેઘલાડૂનું વિતરણ-સાંસ્કૃતિક કાર્યક્રમો

રાજકોટ તા. ૧૬: નર્મદા ડેમ ઓવરફલો થવામાં છે, આવતીકાલે ગુજરાતભરમાં નમામી દેવી નર્મદે અંતર્ગત રાજય સરકારે કાર્યક્રમો યોજયા છે, કાલે વડાપ્રધાનનો જન્મ દિવસ છે, એમ બેવડી ખુશીને કારણે દરેક જીલ્લા કલેકટરો-મ્યુ. કમિશ્નરોને કાર્યક્રમો યોજવા સુચના અપાઇ છે.

રાજકોટ શહેરનો કાર્યક્રમ આજીડેમ ખાતે તો, જીલ્લાનો કાર્યક્રમ જસદણના જીવાપર ગામ નજીક આવેલા કર્ણુકી ડેમ ઉપર થશે, આ ડેમ નાની સિંચાઇનો ડેમ છે અને એ સંદર્ભે કાલે સવારે ૧૦ વાગ્યે રાજયના મંત્રીશ્રી આર. સી. ફળદુના હસ્તે નર્મદા નીરની આરતી થશે, ત્યારબાદ મેઘલાડૂનું વિતરણ કરાશે.

આ પછી સ્ટેજ પ્રોગ્રામ થશે, જેમાં નર્મદા ડેમ ઉપર આધારીત ફિલ્મ બતાવાશે, અને રાસ ગરબા સહિતના કાર્યક્રમો યોજવા અંગે તૈયારીઓ કરાઇ છે.

(12:06 pm IST)