સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

ધ્રોલ જી.એમ.પટેલ કનયા વિદ્યાલયમાં ગણિત-વિજ્ઞાન-પર્યાવરણ પ્રદર્શન

 ધ્રોલ : ધ્રોલની જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયમાં એસવીએસ૩ (ધ્રોલ જોડીયા)નું વિક્રમ સારાભાઇ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન યોજાયેલ. કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરાઇ બાદમાં શાળાની વિદ્યાર્થીની વાઘ નિશા દ્વારા વિજ્ઞાન ગીત રજૂ કરાયુ. આચાર્યા વિજયાબેન એ.છત્રોલાએ સ્વાગત કર્યુ હતુ. ધીરજભાઇ પરમારે (એઇઆઇ-એસવીએસ ૩) ઉદબોધન આપ્યુ. ભગવાનજીભાઇ કાનાણીએ વૈજ્ઞાનિકના જીવન પ્રસંગો તથા ડો.વિક્રમ સારાભાઇના જીવનચરિત્ર તેમજ અવકાશ ક્ષેત્રે કરેલ સિધ્ધિઓની માહિતી આપી હતી. આ પ્રસંગે ટ્રસ્ટી જકાસણીયા રમેશભાઇ, ધરમશીભાઇ બોડા, ભીમજીભાઇ ચનિયારા, રૂગનાથભાઇ સોલંકી, નંદાસણા સાહેબ તથા શાળાના આચાર્યા વિજયાબેન છત્રોલા તથા ધ્રોલ જોડીયાની વિવિધ શાળામાંથી શિક્ષકો, વિદ્યાર્થીઓ, શાળાનો સ્ટાફ, વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી બધા પ્રોજેકટ ખૂબ જ રસપુર્વક નિહાળ્યા હતા. શાળા કેમ્પસની ૧૯૦૦ જેટલી વિદ્યાર્થીનીઓએ આ પ્રદર્શનનો લાભ લીધો હતો. વ્યાસ હેતલબેન અને સોલંકી હર્ષિદાબેનના માર્ગદર્શન હેઠળ ધો.૧૧-૧૨ સાયન્સની વિદ્યાર્થીનીઓએ તત્વ, મિશ્રણ અને સંયોજન કઇ રીતે બને તે અંગેનું ડેમોસ્ટ્રેશન આપ્યુ હતુ. વિભાગ ૧માં જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ (રાસાયણીક ખાતર અને જૈવિક ખાતરની અગત્યતા), વિભાગ - રમાં સરસ્વતી માધ્યમિક શાળા ધ્રોલ (ધૂમ્રપાનની આપના શરીર પર થતી આડ અસર) વિભાગ ૩માં શ્રીમતી ડી.એચ.કે.મુંગરા ધ્રોલ (સાયકલીંગ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરતુ મોડલ) વિભાગ ૪માં જીએમ. પટેલ કન્યા વિદ્યાલય ધ્રોલ (સરળતાથી બાયો પ્લાસ્ટિક બનાવવુ), વિભાગ પ જી.એમ.પટેલ કન્યા વિદ્યાલય (સ્માર્ટ સીટી) શ્રેષ્ઠ કૃતિ જાહેર થઇ. શ્રેષ્ઠ કૃતિ જીલ્લા કક્ષાના ગણિત વિજ્ઞાન પ્રદર્શનમાં ભાગ લેવા જશે. નિર્ણાયક તરીકે એમ.ડીે.મહેતા જીલ્લા વિજ્ઞાન કેન્દ્રના સંજયભાઇ પંડયા અને મારવાણીયા અંકિતાબેને ફરજ બજાવેલ. અંતમાં વિરમગામા નર્મદાબેને આભારવિધિ કરી હતી. સંચાલન વ્યાસ હેતલબેને કર્યુ. સફળ બનાવવા શાળાના આચાર્યાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો વ્યાસ હેતલબેન, હડીયલ સરોજબેન, લિંબડ વર્ષાબેન, પોપટ હિનાબેન, સોલંકી હર્ષિદાબેન, મહેતા પારૂલબેન, ધોળકીયા નિશાબેન, ગામીત હિનાબેન, બોડા જયોત્સનાબેન, ગડારા ગીતાબેને જહેમત ઉઠાવી હતી. (તસ્વીર - અહેવાલ : હસમુખરાય કંસારા,ધ્રોલ)

(12:00 pm IST)