સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th September 2019

મોરબી પાલીકાના પૂર્વ ભાજપી સભ્ય અનીલ હડીયલનો એટ્રોસિટીમાં જામીન પર છુટકારો

ગટર સફાઈકામ બાબતે ફડાકા મારી જાતિપ્રત્યે હડધૂત કરવાનો કેસ

મોરબી પાલિકાના પૂર્વ ભાજપી સભ્ય અનિલ હડીયલ એસ્ટ્રોસિટી કેસમાં જામીન પર મુક્ત થયા છે     પાલિકાના કર્મચારી રમેશભાઈ પ્રેમજીભાઈ મકવાણાએ અગાઉ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગટર સફાઈકામ બાબતે ફડાકા મારી જાતિપ્રત્યે હડધૂત કરવામાં આવેલ જેથી સીટી એ ડીવીઝન પોલીસે એટ્રોસીટી કેશમાં મોરબી પાલીકાના પૂર્વ ભાજપી સભ્ય અનિલભાઈ હડીયલની ધરપકડ કરી હતી

 .અનુલભાઇ તરફેથી મોરબીના સીનીયર એડ. દિલીપભાઈ અગેચણીયાએ એડી.ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ જજની કોર્ટમાં અનિલભાઇ માટે જામીન અરજી કરી હતી.જેમાં તેઓએ દલીલ કરી હતી કે તેઓ મોરબી પાલીકાના વોર્ડ નં ૬ ના ભાજપના પૂર્વ સદસ્ય હોય અને હાલ તેઓના પત્ની ચૂંટાયેલા સદસ્ય છે. માત્ર ગંદકી દુર થાય ગટર સાફ થાય તે બાબતે ફરિયાદી સાથે વાતચીત કરેલ અને આરોપીએ કોઈ ગુન્હો ના કર્યો હોવા છતાં ફરિયાદી દ્વારા ખોટી ફરિયાદ કરવામાં આવેલ છે.જેના સામે આરોપ મુકાયો છે તેઓ કોઈ ગુનાહિત ઈતિહાસ ધરાવતા નથી અને ગુનો સાબિત ના થાય ત્યાં સુધી આરોપીને નિર્દોષ માનવો જોઈએ

  આમ બચાવ પક્ષની દલીલને ધ્યાને લઇને કોર્ટે ભાજપના પૂર્વ સદસ્ય અનિલભાઈ હડીયલના શરતી જામીન મંજુર કરીને જામીન ઉપર છુટકારો કરેલ છે. અનિલ હડીયલ તરફેથી જાણીતા એડ.દિલીપભાઈ અગેચણીયા, એડ.જીતેન અગેચણીયા,સુનીલ માલકીયા,જીતેન્દ્ર સોલંકી રોકાયેલ હતા.

(8:31 pm IST)