સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 16th September 2018

સાવરકુંડલામાં નાસતો ફરતો આરોપી ઝડપાયો

રાજુલાઃ  એસ.ઓ.ાજી.ના પોલીસ સબ ઇન્સ. આર.કે. કરમટા તથા ટીમ એસ.ઓ.જી.એ છેડતીના ગુન્હામાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતા આરોપીને સાવરકુંડલા ઝડપી લીધો છે. સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશના ગુન્હાના કામે છેેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપી મયુરભાઇ અશ્વિનભાઇ સોંડાગરા (ઉ.વ.રર રહે. સાવરકુંડલા) ને સાવરકુંડલા ખાતેથી ચોકકસ બાતમીના આધારે ઝડપી પાડવામાં આવેલ છે. વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પો.સ્ટેશન ખાતે સોંપી આપવામાં આવેલ છે.

(1:33 pm IST)