સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 16th August 2019

રાજુલામાં વૃદ્ધનું મોત અને યુવકને ઇજા બાદ ૧૦ આખલા પકડાયા

ધારાસભ્ય અંબરીશ ડેર, વનવિભાગ અને પાલિકા તંત્ર દ્વારા કામગીરી

રાજુલા, તા. ૧૬ : શહેરમાં પરશોતમભાઇ જાની ઉ.વ.૮૦ રે. રાજુલા વાળાને આખલાઓની ઇજાઓને કારણે મૃત્યુ પામેલા તેમજ બીજા બનાવમાં સંદીપ ભીખુભાઇ બોરીસાગર રે. રામડી ઉ.વ.૧૮ને આખલાઓ દ્વારા ફ્રેકચર કર્યું હતું. શહેરની સડકોમાં આખલા રાજ હોય તેમ સમગ્ર શહેરમાં ત્રાસ પ્રવર્તતો હોય આ અંગે પ્રબુદ્ધ નાગરિકો દ્વારા ધારાસભ્યશ્રી તથા પાલિકા સત્તાધિશોને રજુઆત કરતા. આગામી જન્માષ્ટમીનો તહેવાર આવતો હોય તેમજ રક્ષાબંધન અને ૧પમી ઓગષ્ટના તહેવારોને ધ્યાને લઇને રાજુલા ૯૮ના ધારાસભ્ય અંબરીશભાઇ ડેર દ્વારા આખલાઓ પકડવાની ઝુંબેશ શરૂ કરવા માટે જંગલ ખાતાને સાથે રાખીને નગર પાલિકા સદસ્યો તથા ચીફ ઓફીસર સહિતના સ્ટાફ દ્વારા આખલાઓ પકડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવેલ છે.

અને લભગ ૧૦ જેટલા આખલાઓને પકડી લેવામાં આવેલ છે. ધારાસભ્ય અંબરીશ ડેર દ્વારા મોરંગી ગામ પાસે આવેલ હોડાવાળી ખોડીયાર માતાજીની જગ્યાના મહંત સાથે વાતચીત કરીને અહીંથી પકડેલા આખલાઓને ત્યાં શીફટ કરવા આવેલ છે જેના કારણે શહેરની જનતાને આખલા ત્રાસમાંથી મુકિત આપવા માટે ધારાસભ્યશ્રી તથા પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના તમામ સદસ્યો તથા સ્ટાફ દ્વારા તેમજ જંગલ ખાતાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવીને આગામી તહેવારોમાં કોઇ મોટી દુર્ઘટના ન બને તે માટે કામગીરી કરાઇ છે.

(11:45 am IST)