સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 16th July 2020

શ્રી વિજયભાઇએ ગુજરાતમાં વિવિધ પ્રવાસન કેન્દ્રોની આખી ટુરીઝમ સરકીટ ઉભી કરી ગુજરાતને વર્લ્ડ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવવાની નેમ વ્યકત કરી છે

જયોર્તિલીંગ સોમનાથ-સાસણગીર-સિંહદર્શન- ગિરનાર પર્વત-ઉપર -સોમનાથ સમુદ્ર કિનારાની સમગ્ર ટુરિઝમ સરકીટ વિકસાવી વર્લ્ડ ટુરિઝમ મેપ પર ગુજરાતને વધુ દૈદિપ્યમાન બનાવવાની નેમ છેઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીઃ 'ગિરનાર પર્વત પરનો સૌથી મોટો રોપ-વે પ્રવાસન નજરાણું બનશે': કચ્છમાં સફેદ રણ-સ્મૃતિવન-શ્યામજીકૃષ્ણ વર્મા સ્મારક-ભુજિયો ડુંગર-નારાયણ સરોવર-માતાના મઢની આખી ટુરિઝમ સરકીટ વિકસાવી 'કચ્છ નહિ દેખા તો કુછ નહિં દેખા' ને સાકાર કરવા સરકાર પ્રયત્નશીલ : રાજયનું ટુરિઝમ સેકટર સૌથી વધુ રોજગારી પુરી પાડી ઇકોનોમીક ગ્રોથમાં નવી તાકાત બન્યું છે.: કે ગુજરાત કોરોના સંક્રમણ સાથે -સંક્રમણ સામે સતર્કતાથી વિકાસકામોની યાત્રા ચાલુ રાખી જાન ભી હે જહાન ભી હૈ ચરિતાર્થ કર્યુ છે

(5:46 pm IST)