ખંભાળિયાનાં ગોંઇજમાં પ્રેમીપંખીડાનો આપઘાત
''અમે બંને એક બીજાને પ્રેમ કરીએ છીએ અને અમે એક નહી થઇ શકીએ'' તેવું લખેલી સ્યુસાઇડ નોટ મળી
ખંભાળિયા : તસ્વીરમાં દંપતિ મૃત હાલતં નજરે પડે છે. (તસ્વીર : કૌશલ સવજાણી - ખંભાળિયા)
ખંભાળિયા તા.૧૬ : પ્રેમીઓ માટે માત્ર પ્રેમ પામવાની જ મહતવતાં હોય છે. જો પ્રેમમાં એક મેકના ન થઇ શકીએ તો છેલ્લે એક સાથે જીંદગી ટુંકાવી કળીયુગી દુનિયાને અલવીદા કરી આત્મહત્યાના પગલા ભરી લેતા હોય છે. આવો જ એક કિસ્સો ખંભાળિયા તાલુકાના ગોંઇજ ગામે સામે આવતા અરેરાટી મચી જવા પામી છે.
ગોઇજ ગામે પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતાં બંન્ને મોત નીપજતા નાનકડા એવા ગામમાં અરેરાટી મચી જવા પામી છે.
ખંભાળિયાના ગોંઇજ ગામે રહેતા મહેન્દ્ર બાબુભાઇ વિંજોડા (ઉ.વ.ર૩) અનુ જાતીના યુવાન તથા કોઠા વિસોત્રી ગામે રહેતી ભુમીબેન ડાડુભાઇ માડમ (ઉ.વ.૧૯)ની યુવતિની લાશ ગોંઇજ ગામે વાડી વિસ્તારમાંથી મળતા ઘટનાનીજાણ સલાયા પોલીસને થતાં પી.આઇ. પી.બી.ઝાલા સહિતનો સ્ટાફ દોડી જઇ જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસની તપાસમાં યુવક પાસેથી સ્યુસાઇડ નોટ મળી હતી અને તેમાં લખ્યુ હતુ કે અમે બંન્ને એક બીજાન પ્રેમ કરીએ છીએ અને અમે એક નહી થઇ શકીએ તેથી અમારી જાતે જ સ્યુસાઇડ કરીએ છીએ આથી પોલીસે સ્યુસાઇડ નોટ કબ્જે કરી પ્રેમપ્રકરણમાં દવા પી લીધી હોવાનું સામે આવ્યું છે. બંન્નેના મૃતદેહને ખંભાળિયા સિવિલ ખાતે મોકલી આગળની તપાસ સલાયા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.