સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th July 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે પવનના સૂસવાટાઃ ઓખામાં ફેરી બોટ બંધ

ધુપ-છાંવનો માહોલ યથાવતઃ મેઘરાજાની કાગડોળે રાહ જોતા લોકો

રાજકોટ, તા.૧૬: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર- કચ્છમાં સર્વત્ર ધુપ-છાંવનો માહોલ યથાવત છે અને ભારે પવન ફુંકાઇ રહ્યો છે અને અસહય ઉકળાટનો અનુભવ થઇ રહ્યો છે.

ભારે પવનનાં કારણે ઓખા બેટ દ્વારકા વચ્ચે દોડતી ફેરી બેટ સેવા બંધ કરી દેવાઇ છે.

ઓખા

ઓખાઃ દેશના પશ્ચિમ કિનારે આવેલ ઓખા મંડળ દેવભૂમી દ્વારકામાં આવેલ બેટ ટાપુ કે જે ઓખાથી પાંચ કિ.મીના દરીયા માર્ગે આવેલ છે. માનવ વસ્તી ધરાવતો દેશનો સૌથી મોટો ટાપુ ગણાય છે. અહીં કુલ ૧૨ હજાર જેટલી માનવ વસ્તી છે. અહીં જવા માટે કુલ ૧૬૦ જેટલી પેસેન્જર બોટો ચાલે છે. અહીં દરરોજ હજારોની સંખ્યામાં યાત્રીકો અને પ્રવાસીઓ આવે છે. આ યાત્રાધામ પ્રવાસીઓ માટેનું પણ ઉત્તમ સ્થળ ગણાય છે. અહીં બંને જેટીનું સંચાલન ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તક રહેલ છે.

હમણા છેલ્લા ચાર દિવસથી વરસાદી વાતાવરણ સાથે ભારે પવનને કારણે યાત્રીકો અને પ્રવાસીની સલામતી માટે સવારે બે થી ત્રણ કલાક માટે બોટો બંધ કરવામાં આવે છે. આજે ગુરૂપૂર્ણીમાના દિવસે અહીં વધુ ટ્રાફીક રહેલ પણ ભારે પવનના કારણે સવારથી જ બોટો બંધ કરી દેવામાં આવેલ છે. ઇમરજન્સીમાં અને સ્થાનીક લોકોની જીવન જરૂરી ચીજ વસ્તુ પહોંચાડવા એકાદ બોટો ચાલુ રાખેલ છે. અહીં ગુજરત મેરીટાઇમ બોર્ડના અધીકારીઓ ખાસ સુચના આપેલ હોવા છતા અમુક બોટો પૈસાની લાલચમાં પ્રવાસીઓ અને યાત્રીકોની જોખમી સવારી કરતા જોવા મળે છે. અને કેપેસીટી કરતા વધુ પેસેન્જરો બેસાડી આવા તુફાની વાતાવરણમાં જોખમી સવારી કરાવે છે અને બમણું ભાડુ ઉઘરાવે છે. અહીં તુફાની વાતાવરણના કારણે પ૦ ટકા પેસેન્જરો લેવા અનુરોધ કર્યો હોવા છતા પણ બોટોવાળા મન્માની કરે છે. કોઇ મોટો અકસ્માત થાય તે પહેલા કોઇ પગલા લેવા લોક માંગ ઉઠી છે.

જામનગર હવામાન

જામનગરઃ  ૩૬.૨ મહતમ, ૨૮.૮ લઘુતમ, ૭૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ,  ૨૦.૮ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

(1:29 pm IST)