સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th July 2019

લીંબડીમાં શો રૂમમાંથી ર૫ લાખની ઉઠાંતરી પટોળાના શો રૂમને નિશાન બનાવતા તસ્કરો

વઢવાણ તા. ૧૬ : સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે નેશનલ હાઇવે ઉપર આવેલા સંજરી કોમ્પ્લેક્ષમાં આવેલી સંસ્કૃતિ સિલ્ક પટોળાના શોરૂમમાં તસ્કરો ત્રાટકયા હતા શોરૂમના તાળા તોડી તસ્કરો અંદર રખાયેલા કિંમતી પટોળા રૂ.રપ લાખથી વધુના તેમજ રૂ.૧પ૦૦૦ રોકડા  રકમનો તસ્કરીનો બનાવ બનવા પામ્યો છે. સંજરી કોમ્પ્લેક્ષમાં આવેલા સંસ્કૃતી સિલ્ક પટોળાના શોરૂમના માલીક પંકજભાઇ હગરભાઇ મકવાણા પોતાના નીત નીયમ મુજબ પોતાના પટોળાના શોરૂમ ખોલવા માટે ગયા હતા. ત્યારે શટરના અને શોરૂમના તાળા તુટેલા હતા.
ત્યારે દુકાનમાં શોરૂમમાં જોતા માલ પણ ઉપાડી ગયા હતા ત્યારબાદ તુરત જ લીંમડી પોલીસને જાણકારી આપવામાં આવતા  લીંમડી પોલીસ દોડી આવેલ હતી પરંતુ દુકાનમાં તપાસ કરી અને વેપારી પાસેથી રપ લાખની ચોરીની ફરીયાદ લેવા ગલ્લા તલ્લા કરી અને મીડીયાના કર્મીઓને બાતમીથી અળગા રખાયા હતા ત્યારે વેપારી જણાવ્યા મુજબ સાંજ સુધી તપાસના ચક્રોની વાત જણાવી અને વેપારીની ફરીયાદ લેવામાં આવેલ ન હોવાનું જાણવા મળેલ છે ત્યારે હાલ લખાય છે ત્યારે પણ હાલ સુધી લીંમડી પોલીસ તપાસ ચાલુ હોવાનું અનેફરીયાદ ન નોંધી હોવાનું સમર્થન આપીરહી છ.ે

(1:28 pm IST)