સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th July 2019

સોમનાથ મહાદેવના સાનિધ્યે સિધ્ધનાથ મંદિરે વરૂણદેવને રીઝવવા મંત્રોચ્ચાર-ધુન

પ્રભાસ પાટણ તા. ૧૬ :.. પ્રભાસ પાટણ - સોમનાથનાં ત્રિવેણી સંગમ સામે આવેલ સુર્ય મંદિર પાસેનાં હિંગળાજ માતાજી મંદિર ગુફાની પાસે આવેલ. સિધ્ધનાથ મહાદેવ મંદિરે છેલ્લા બે દિવસની વરૂણ દેવને રીઝવવા મંત્રોચ્ચાર સાથે સિધ્ધનાથ મહાદેવને જળથી ડૂબાડી વરસાદ આવે તે માટે પ્રાર્થના અને મંત્રોચ્ચાર પ્રભાસ પાટણનાં સોમપુરા બ્રાહ્મણ સમાજ દ્વારા થઇ રહેલ છે.

પ્રભાસ પાટણનાં વેદ પંડિત નાનુભાઇ પ્રચ્છક આ અંગે જણાવે છે કે લોકોમાં માન્યતા અને શ્રધ્ધા છે કે જયારે વરસાદ ન આવતો હોય કે ખેંચાયો હોય ત્યારે બાજુ જ્ઞાનવાવમાંથી પાણી સિંચી - સિધ્ધનાથ મહાદેવને જળ તરબોળ કરી સતત તે પાણી આચવી રાખી મંત્રોચ્ચાર કરાય છે અને માન્યતા મુજબ વરસાદ થવાનો હોય તો ફુવારો છૂટે અને ન થવાનો હોય તો પાણીની શિવલીંગને ગમે તેટલું ભરો પાણી સમાય જાય અને આમ છતાં પણ વરસાદ ન થાય તો લીલા વાંસથી પર્જન્ય યજ્ઞ કરવાનો શાસ્ત્ર ઉલ્લેખ છે.

આ વરસાદ માટેનાં મંત્રોચ્ચારમાં સોમપુરા બ્રાહ્મણ સમાજ મહંતશ્રી શ્યામબાપુ તથા દિવાકરભાઇ સહિત સૌએ ભાગ લઇ રહ્યા છે. તા. ૧૬-૭-૧૯ ના રોજ આ વિધી સમાપન થશે.

(11:42 am IST)