સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 16th July 2019

ગોંડલના શ્રીરામ મંદિરે ગુરૂપુર્ણિમા પર્વની ઉજવણીઃ પૂ. હરિચરણદાસજી મહારાજનાં આર્શિવાદ લેતા ભાવિકો

ગોંડલના શ્રીરામ મંદિરે કાલે ભાવભેર ગુરૂપૂર્ણિમાની ઉજવણી થશે. જેના ભાગરૂપે સોમવાર રાતથી જ અખંડ રામધૂનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.  મંગળવારે ભાવિકોના ઘોડાપુર ઉમટયા છે  તે પૂર્વે જ રહેવા-જમવાની વ્યવસ્થા પણ કરાઇ  છે. ગોંડલ શ્રીરામ મંદિરે મહામંડલેશ્વર હરિચરણદાસજી મહારાજની ઉપસ્થિતિ વચ્ચે  ગુરૂપૂર્ણિમાની ભાવભેર ઉજવણી કરાઇ છે. આ ધર્મોત્સવના અનુસંધાને મંદિરના સ્વયંસેવકોએ સેવકોએ તૈયારીને આખરી ઓપ આપી દીધો છે. ગુરૂપૂર્ણિમામાં મહારાજશ્રીના દર્શન કરવા માટે હજારો ભાવિકો ઉમટયા છે.  ઉજવણીના ભાગરૂપે જ સોમવારે રાત્રીના મંદિરના પટાંગણમાં અખંડ રામધૂનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મંગળવારે સવારે ૬ વાગ્યે હરિચરણદાસ બાપુએ તેના ગુરૂ રણછોડદાસજી મહારાજનું પૂજન કર્યુ હતું.  ત્યારબાદ ભાવિકોને દર્શન આપી આશિવચન પાઠવ્યા આ પ્રસંગે મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. (તસ્વીર - અહેવાલ : ભાવેશ ભોજાણી -ગોંડલ)

(11:37 am IST)