News of Monday, 16th July 2018
પડધરીના તરઘડીયામાં ચા બનાવતી વખતે ભડકોઃ કલ્પના ગોહેલ દાઝી
ગંભીર રીતે દાઝેલી દલિત પરિણીતાને રાજકોટ ખસેડાઇ
રાજકોટ તા. ૧૬: પડધરીના તરઘડીયામાં કલ્પના કપીલ ગોહેલ (ઉ.૨૫) નામની દલિત પરિણીતા ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.
કલ્પનાના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા છે અને સંતાનમાં એક પુત્ર છે. પતિ કપિલ ભીખાભાઇ ગોહેલ કારખાનામાં કામ કરે છે. કલ્પનાના માવતર મોરબીના હડાળા ગામે રહે છે અને પિતાનું નામ સોમાભાઇ જીવાભાઇ સોલંકી છે. સ્ટવ પર ચા બનાવતી હતી ત્યારે કેરોસીનનું ડબલુ પડતાં ભડકો થતાં તેણી દાઝી ગયાનું પોલીસની પ્રાથમિક પુછતાછમાં જણાવાયું છે. પડધરી પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે. (૧૪.૭)
(12:22 pm IST)