સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th July 2018

થાનગઢ તાલુકાના ગુગરીયાળા ગામની સીમમાં નકલી ઘી ની ફેક્ટરીમાં દરોડો

ઘી,પામોલીન તેલ, માખણ, મોર્ગન ભરેલા ડબ્બા બેરલ બોક્સ વગેરે વસ્તુઓ મળી ૭૭ લાખથી વધુનો મુદામાલ કબજે

સુરેન્દ્રનગર જીલ્લામાં એસ.ઓ.જી તથા ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખાદ્ય પદાર્થ પર દરોડો કરવા જિલ્લા પોલીસ વડાએ સૂચના આપી હતી તેના અનુસંધાને એસ.ઓ.જી.ના પી.આઇ તથા સ્ટાફ દ્વારા થાન તાલુકા વિસ્તાર માં પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન થાન તાલુકામાં ગેરકાયદેસર ઘી બનાવતી ફેક્ટરી પર દરોડો કર્યો હતો. જ્યાં તપાસ કરતા ભેળસેળ કરેલું ઘી તથા પામોલીન તેલ મળી આવ્યું હતું.
    અંગેની વિગત મુજબ થાનગઢ તાલુકાના ગુગરીયાળા ગામની સીમમાં શિવ ઇન્ડસ્ટ્રીઝ નામની ફેક્ટરી આવેલી છે જેના ફેક્ટરીના માલિક રાજેશભાઈ ભરતભાઇ ચાવડા દ્વારા ફેક્ટરીમાં ગેરકાયદેસર તથા ભેળસેળ કરી હોવાની તથા નકલી ઘીથી માણસોના આરોગ્યને પણ નુકસાન થતું હોય છે. જે હકીકત આધારે રેડ કરતા ઘી બનાવવા માટે વપરાતી સાધનસામગ્રી તથા ઘી, માખણ, પામતેલ તથા નાના-નાના શંકાસ્પદ ઘી જેવી વસ્તુઓ ભરેલા ડબ્બા મળી આવ્યા હતા.
 જેને પગલે સુરેન્દ્રનગર ફુડ ઇન્સ્પેકટર જી.કે.પટેલ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરી સેમ્પલ કબજે કરી ઘી,પામોલીન તેલ, માખણ, મોર્ગન ભરેલા ડબ્બા બેરલ બોક્સ વગેરે વસ્તુઓ કુલ મળી કિંમત રૂ. ૭૭ લાખથી વધુનો મુદામાલ કબજે કર્યો હતો અને આગળની તપાસ ફુડ વિભાગ તથા એસ.ઓ.જી પોલીસ ચલાવી રહી છે.

(9:32 pm IST)