સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

મોરબીમાં અસંગઠિત કામદારોને U WIN કાર્ડ માટેનો કેમ્પ યોજાયો

શ્રી મોતેશ્વર મહાદેવ મંદિર ખાતે કેમ્પ યોજાયો :૧૧ નંબર વોર્ડના કાઉન્સીલર અને પ્રમુખે ઉપસ્થિત રહીને સહયોગ પૂરો પાડ્યો

મોરબીના શનાળા બાયપાસ નજીક અસંગઠિત કામદારોને યુ વિન કાર્ડ કાઢી આપવા માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું

શનાળા બાયપાસ નજીકના શ્રી મોતેશ્વર મહાદેવ મંદિર ખાતે કામદાર માટે કાર્ડ કઢાવવાના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના ૧૧ નંબર વોર્ડના કાઉન્સીલર અને પ્રમુખે ઉપસ્થિત રહીને સહયોગ પૂરો પાડ્યો હતો કેમ્પમાં સવારથી સાંજ સુધીમાં અનેક કામદારોને કેમ્પનો લાભ લીધો હતો

(7:04 pm IST)