સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

સાવરકુંડલા જુમ્મા મસ્જિદના પેશ ઇમામ કોરોના સામે જંગ જીત્યા

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૧૬: જુમ્મા મસ્જિદના પેશ ઇમામ હાફિઝ સાદિક કોરોના સામે જંગ જીતી સ્વાસ્થ્ય થાય આ અંગેના અહેવાલ કે ભરૂચના વતની અને સાવરકુંડલા જુમ્મા મસ્જિદમાં સામાન્ય પગારમાં ઇમામત પણું કરતા હાફિઝ સાદિક સાહેબને કોરોના રોગની ઝપટે ચડી ગયા હતા અને કોરોનાની સારવાર સાવરકુંડલાના ડોકટર અનસ વ્હોરાના દવાખાને સારવારમાં રાખવામાં આવેલ હતા તે દરમ્યાન પ્રથમ સારવાર દરમ્યાન તબિયત બગડવા લાગી હતી પરંતુ હાફિઝ સાદિક એકતો તે કુરાને હાફિઝ છે કુરાને હાફિઝ એટલે આખું કુરાન મોઢે હોય એટલે કુરાન શરીફ સીનામાં હોય તેમ કહેવામાં આવે તે કુરાન ફજીલિયાત અને તેની તાકાત દુઆથી અને હાફિઝ સાહેબ પોતે હિંમતવાળા હોવાથી કોરોનાને માત આપવા કોરોના સામે જંગ જીતવા ખૂબ જ જજુમિયા અને અંતે કોરોનાને માત પરાજિત કરી હાફિઝ સાદિક સાહેબ સ્વાસ્થ્ય થઈ દવાખાનામાંથી બહાર નીકળી અલ્લાહનો શુકર અદા કરેલ અને કોરોના રોગને હરાવી કોરોના સામે જંગ જીત્યા હતા.

આ બાબતે હાફિઝ સાદિકે જણાવેલ હતું કે કોરોના રોગથી જરીકેય પણ ડરવાની જરૂર નથી માત્રને માત્ર કોરોનાથી સાવચેત રહેવું એ ખૂબ જ જરૂરી છે.

(2:13 pm IST)