સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

જામનગરના કથિત જાતિય સતામણી કેસની તપાસ માટે મુખ્યમંત્રી ગૃહમંત્રીના આદેશ બાદ કલેકટર દ્વારા તપાસ માટે કમિટીની રચના

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૧૬ :  જામનગરમાં અમારી સાથે શારીરિક સંબંધો બાંધો, નહિ તો નોકરી છોડો તેમ કહીને જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલની એટેન્ડન્ટ યુવતીઓનું શારીરિક શોષણ કર્યાના કથિત આક્ષેપો સામે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને ગૃહમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાના આદેશ બાદ કલેકટરશ્રી રવી શંકર દ્વારા તપાસ માટે કમિટીની રચના કરવામાં આવી છે.

આ અંગે કલેકટર શ્રી રવિશંકરએ જણાવ્યું હતું કે પ્રાંત અધિકારી, એ.એસ.પી. અને જી.જી. મેડીકલ કોલેજના ડીન આ પ્રકરણની તપાસ કરશે અને તાત્કાલીક અહેવાલ સરકારમાં રજુ કરશે. રાજયમાં આ પ્રકારની રોજગાર મેળવતી યુવતીઓનું શોષણ ચલાવી લેવાશે નહીં. અને આવી પ્રવૃતિ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.

આ અંગે એન.પી.શાહ મેડીકલ કેમ્પસના દીન ડો. નંદીની દેસાઇએ જણાવ્યું હતું કે ટેકનીકલ ખામીના કારણે બીજા પગાર થયો નથી અને બે દિવસમાં આ મુદ્દો ઉકેલાઇ જશે.

 

 

(1:00 pm IST)