સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 16th June 2021

મોરબીના રફાળેશ્વર ગામના મકાનમાંથી દેશી દારૂ ઝડપાયો

બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો પાડ્યો

મોરબીના રફાળેશ્વર ગામે રહેણાંક મકાનમાં દેશી દારૂની બાતમી મળતા મોરબી તાલુકા પોલીસ ટીમે દરોડો કર્યો હતો જેમાં આરોપી સતીશ ઉર્ફે સતીથો પ્રેમજી પરમાર (ઉ.વ.૩૦) ના મકાનમાંથી દેશી દારૂ ૧૨૦ લીટર કીમત રૂ ૨૪૦૦ મળી આવતા પોલીસે દેશી દારૂનો જથ્થો જપ્ત કરીને આરોપીને ઝડપી લઈને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

(9:44 pm IST)