સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th June 2018

અમરેલી જિલ્લામાં કોંગ્રેસે બોલાવ્યો સપાટો : પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા અમરેલી જિલ્લાની 3 પાલિકાઓના 22 સભ્યોને કર્યા ૬ વર્ષ માટે સસ્પેન્ડ : કાર્યકરોમાં મચ્યો ખળભળાટ

અમરેલીઃ હાલમાં નગરપાલિકાના પ્રમુખોની યોજાયેલી ચૂંટણીમાં અમરેલિ જિલ્લામાં કોંગ્રેસના સભ્યોમાં અસંતોષ જોવા મળ્યો હતો. આજ કારણે અમરેલી જિલ્લામાં કોંગ્રેસે પોતા પાસે રહેલી નગરપાલિકાઓ ગુમાવવાનો વારો આવ્યો હતો. વિપક્ષના નેતા પરેશ ધાનાણીના જ ઘરમાં ગાબડૂં પડતા કોંગ્રેસ એક્શનમાં આવી હતી. 

આ કાર્યવાહીના ભાગરૂપે અમરેલી જિલ્લાની 3 નગરપાલિકાના કોંગ્રેસના 22 બળવાખોર સભ્યોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમના પર પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવાનો આરોપ છે. જેમાં અમરેલી નગરપાલિકાના 15, સાવરકુંડલાના 4 અને બગસરાના 3 સભ્યોને 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ તમામ 22 સદસ્યોના પાલિકાનું સભ્ય પદ રદ કરવાની પણ કાર્યવાહી કરવામાં આવી છે. પક્ષના આવા કડક પગલાથી કોંગ્રેસી કાર્યકરોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

(8:26 pm IST)