સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th June 2018

જામનગરમાં જુગારીઓ પર બીજા દિવસે પણ ઘોસ બોલાવી: પાંચ જગ્યાએ દરોડા : 36 શકુનિઓ ઝડપાયા : 56 હજારનો મુદામાલ જપ્ત

જામનગરમાં જિલ્લા પોલીસ વડાની સુચનાને પગલે પોલીસે સતત બીજા દિવસે જુગારીઓ પર ઘોંસ બોલાવી પાંચ સ્થળે દરોડા પાડી ૩૬ શકુનીઓની ધરપકડ કરી ૫૬ હજારનો મુદામાલ કબ્જે કરી નાશી છૂટેલા એક શખ્સની શોધખોળ આદરી છે

  પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુભાષ માર્કેટ નજીક જાહેરમાં જુગાર રમતા રમેશ ગોકળ બારૈયા, હિતેશ કિશોર ચૌહાણ, મુસ્તુફા કરીમ કુરેશી, મનોજ રમેશ ભટ્ટી, અરવિંદ બાબુલાલ મકવાણા, નરોતમ ભગવાનજી નકુમ મહેશ કિશોર ચૌહાણ અને રમેશ રામજી પરમારને.૧૦૧૧૦ની રોકડ રકમ સાથે જામનગર સીટી એ ડીવીઝનના કોન્સ્ટેબલ ધવલગીરી ગુસાઈ સહિતના સ્ટાફે દબોચી લીધા હતા. જયારે બીજ બનાવમાં ગુલાબનગરનાં નાલા નીચે પતા ટીચતા યાકુબ રફીક શેખ, જાવીદ મહમદ પીરજાદારૂ અબ્દુલ સતાર સલીમભાઈ શેખ, ઈમરાન મહમદહુશેન શેખ અને લતીફ એલીયાસ સૈયદને ૧૦૧૩૫ની રોકડ અને ૫૫૦૦ની કિમંતના પાંચ મોબાઈલ ફોન મળી કુલ ૧૫૬૩૫ના મુદામાલ સાથે બી ડીવીઝનના પીએસઆઈ ડી.ડી. લાડુમોર સહિતના સ્ટાફે ઝડપી લીધા હતા.

 આ ઉપરાંત જામનગરનાં મોટીભળશાણ ગામે જુગારધામ ચાલતુ હોવાની બાતમીનાં આધારે જામનગર એલસીબીએ દરોડો પાડયો હતો. દરોડા દરમિયાન જુગાર રમતા સુ‚ભા અનુભા સોઢા, અનીલ પરસોતમ ચાવટીયા, દેવેન્દ્રસિંહ ગણપતસિંહ જાડેજા, સંજય અરશી ચોચા, બીપીન અરજણ ભાલોડીયા, ઈન્દ્રીશ હબીબ થપમ ભાયા હમીર ચોચા અને કેશુ ગોરધન અજુડીયાને પકડી લીધા હતા. જુગારના પટમાં રહેલી રોકડ રકમ બે બાઈક અને કાર મળી ૨૦,૦૫૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.

 જામનગર નજીક આવેલા દરેડ નીલગીરી વિસ્તારમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીનાં આધારે પંચકોષી બી ડીવીઝન પોલીસે દરોડો પાડી જુગાર રમતા ડાયા મુરા વારસાખીયા, નારણ માંડા ચૌહાણ, શીપુ સંભુ ચૌહાણ, પ્યારેલાલ સરલમલાશાહ અને માધવ પંકરી ભાગાનગરેને ઝડપી લીધા હતા. જુગારના પટમાં રહેલા રોકડા ૧૦૫૩૦ પોલીસે કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

(12:14 pm IST)