સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th June 2018

ઉનામાં બીએસએનએલ નેટવર્કના ધાંધીયાથી કચેરીઓમાં કામ ઠપ્પ : અરજદારો હેરાન

ઉના તા.૧૬  : છેલ્લા પ દિવસથી બીએસએનએલની ઇન્ટરનેટ કનેકટીવીટી ન મળતા તમામ બેંકોમાં કામગીરી ઠપ્પ. મોબાઇલ ફોન તથા લેન્ડ લાઇન ફોન ડબલા થઇ ગયા. બીએસએનએલ સીમ કાર્ડ ધરાવતા ગ્રાહકો સંદેશા વ્યવહારથી દેશભરમાંથી વિખુટા પડી ગયા છે.

છેલ્લા પ દિવસથી બીએસએનએલ નેટવર્ક બંધ થઇ જાય છે જેને કારણે રાષ્ટ્રીયકૃત બેંકો, સરકારી કચેરીઓમાં ઓનલાઇન કામ થતુ નથી. બેંકમાં ગ્રાહકોના ખાતામાં રૂપિયા હોવા છતા ઉપાડી શકતા નથી. બેંકોમાં કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવા છતા પૈસા મળી શકતા નથી. તેમજ બીએસએનએલ સીમકાર્ડ ધરાવતા અને બ્રોડબેન્ડ બીએસએનએલનું ધરાવતા ગ્રાહકો સંદેશા વ્યવહારથી વિખુટા પડી ગયા છે. કચેરીએ પુછપરછ કરવા છતા કોઇ સંતોષકારક જવાબ મળતો નથી. તેથી મોબાઇલ ફોન ધારકો કંટાળી અન્ય નેટવર્ક કંપનીમાં નાછુટકે જવુ પડતું હોય આ વિસ્તારની બીએસએનએલ નેટવર્ક નિયમિત અવિરતપણે મળે તેવી લોકમાંગણી ઉઠી છે.

(11:37 am IST)