સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 16th June 2018

જસદણનાં માધવીપુરની પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સ્વઃ નિવૃતિ વિદાયમાન

આટકોટ-જસદણ તા. ૧૬ :.. માધવીપુર પ્રા. શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સ્વની ઉજવણી કરાઇ હતી. જેમાં ધો. ૧ માં પ્રવેશ પાત્ર બાળકોને પ્રવેશ અપાયો હતો. તેમજ આંગણવાડીમાં અને શાળામાં દાખલ થતાં બાળકોને પાટી, પેન, પેન્સીલ, દફતર વગેરે ભેટ આપવામાં આવી હતી.

વાલી સંમેલન યોજી નવા શરૂ થતાં શૈક્ષણીક વર્ષની શાળા વ્યવસ્થાપન સમિતિની રચના કરવામાં આવી. તેમજ આમંત્રીત મહેમાનો અને ગામના આગેવાનો દ્વારા શાળામાં દૂરના વિસ્તારોમાંથી આવતા વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાને લીલી ઝંડી આપી શરૂઆત કરવામાં આવી. જાણે સાતરંગી કાર્યક્રમ યોજાયો હતો.

મધ્યાહન ભોજન સંચાલક શ્રી બી. બી. તેરૈયા સ્વૈચ્છિક નિવૃત થતાં એમનો પણ વિદાય કાર્યક્રમ યોજવામાં આવ્યો. સંચાલકને શાળા પરિવારે સાકર પડો-શ્રીફળ, ભેટ અને શાલ ઓઢાડી માનભેર લાગણીસભર વિદાય આપી. તેમજ શાળાના નિવૃત આચાર્ય  મનહરભાઇએ જણાવ્યું કે, તેરૈયાભાઇ પોતાનું આ કાર્ય એક સેવાયજ્ઞની જેમ કરેલ છે. ફરજને વ્યકિત જયારે સેવાભાવથી પૂર્ણ કરે છે ત્યારે તે કાર્ય શ્રેષ્ઠ બને છે. તેરૈયાભાઇના શ્રેષ્ઠ કાર્ય અને તેના લાગણીશીલ સ્વભાવને કારણે તેમણે ભોજનની સાથે - સાથે પીરસેલા પ્રેમભાવને શાળા પરિવાર કાયમ માટે યાદ કરશે.

આ કાર્યક્રમને ખરેખર ઉત્સવ બનાવતાં અમારી શાળાના બાળકોએ બાળમેળો યોજયો હતો. જેમાં બધા બાળકોએ  પોતાની સૂઝઅને સર્જનાત્મકતા દ્વારા કેટલીક પ્રવૃતિઓ કરી હતી.

આ તકે શ્રી કન્યા વિનય મંદિર જસદણના આચાર્યા પ્રીતીબેન મેર, લાયઝન ઓફીસર  સુરેશભાઇ અણીયારા, શાળાના નિવૃત આચાર્ય મનહરભાઇ નાગલા, નિવૃત થતાં સંચાલક બી. બી. તેરૈયા હાજર રહ્યા હતાં. સફળ બનાવવા શાળાના આચાર્ય નરેશકુમાર પી. પટેલ તેમજ શાળા પરિવારોના શિક્ષકો ઇલાબેન મહેતા, પૂનમબેન વિષ્ણુ, રીનાબેન ચૌહાણ, મયુરીબેન મેરિયા, ભરતભાઇ ચૌહાણ, દિનેશભાઇ ચાવડા, મયુર રવિયા એ જહેમત ઉઠાવી  હતી.

(11:34 am IST)