સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th May 2022

બાબરામાં ૧૧ લાખનું બાયોડિઝલ ભરેલ ટેન્કર સાથે રાજસ્થાની શખ્સ ઝબ્બે

અમરેલી તા. ૧૬ :.. એલ. સી. સી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. આર. કે. કરમટા તથા પો. સ. ઇ. પી. એન. મોરી નાઓની રાહબરી હેઠળ એલ. સી. બી. ટીમ બાબરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાજકોટ-ભાવનગર રોડ ઉપરથી એક ગેરકાયદેસર બાયોડીઝલ ભરેલ ટ્રક પસાર થવાનો છે તેવી હકિકત આધારે બાબરા ટાઉનમાં નવા સર્કીટ હાઉસની સામેથી ટેન્કર ટ્રક રજી. નં. જીજે-૧ર-એટી-પ૪૩૩ માં અનઅધિકૃત બાયોડીઝલ ર૧,૩૭પ લીટર સાથે એક ઇસમને પકડી પાડવામાં આવેલ. આ પકડાયેલ ઇસમ તથા અનધિકૃત બાયોડીઝલ ભરેલ ટેન્કર ટ્રકને આગળની કાર્યવાહી થવા સારૃ તાલુકા એકિઝકયુટિવ મેજીસ્ટ્રેટ અને મામલતદારશ્રી, બાબરાનાઓ સમક્ષ સોહનલાલ જોધારામ વૈષ્ણવ ઉ.૩૦, રહે. ૪૬ ખીલોરીયાકી ઢાણીયા, કાતરલા, તા. ધોરીમના જિ. બાડમેર, રાજસ્થાનને સોંપી આપેલ છે.

(1:49 pm IST)