સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 16th May 2022

સુત્રાપાડાનાં પ્રાચી ગામના વેપારી કિશન ધનેશા લાપતાઃ જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી કાર રેઢી મળી

અગાઉ કિશન જુનાગઢમાં કાર સાથે એક કલાક ફરતો જોવા મળ્‍યો હતોઃ પરિવારમાં ભારે ચિંતાઃ વિરપુર પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ, તા.૧૬: ગીર સોમનાથ જીલ્લાના સુત્રાપાડા તાલુકાના પ્રાંચી ગામનો કિશન ધનેશા નામનો યુવક લાપતા થતા ઘેરી ચિંતા ફેલાઇ ગઇ છે. આ યુવકની કાર જેતપુરના પીઠડીયા ટોલનાકા પાસેથી ચાલુ હાલતમાં રેઢી મળી આવી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ સુત્રાપાડા તાલુકાના પ્રાચી ગામનો રહેવાસી કપીલભાઈ ગાંઠીયાવાળા ના પુત્ર બે દિવસથી લાપતા બનતાં નાના ગામમાં શોકનું મોજું ફરી વળ્‍યું છે આ વિગત એવી છે કે આ યુવાન  કિશનભાઇ ગીરીશભાઈ ઘનેશા  જેતપુર પીઠડીયા ટોલટેક્‍સ પાસેથી ગુમ થયેલ છે અને તેમની ફોરવિલ ગાડી ટોલટેક્‍સ થી ૫૦૦ મીટર જેટલી દૂર થી મળી આવેલ છે જ્‍યારે આ યુવાન પ્રાચી ખાતે પીઝાની દુકાન ધરાવે છે તેમ જ તાલાલા પણ દુકાન ધરાવે છે અને બે દિવસમાં વેરાવળ પણ દુકાનનું ઓપનિંગ હતું  અને શિક્ષણ ક્ષેત્રે પણ જોડાયેલા હતા. થતા પોતાની ગાડી પણ ટોલટેક્‍સ પાસેથી મળેલ છે એમાં ત્‍યારે લોકોના મનમાં પ્રશ્ર મૂંઝાયો છે આ યુવાન કેમ કેવી રીતે શું થયું? જ્‍યારે સમગ્ર ઘટના જાણ વિરપુર પોલીસને કરતા વિરપુર પોલીસ તપાસ હાથ ધરી છે.

આ યુવક આ અગાઉ જુનાગઢમાં એક કલાક કાર સાથે ફરતો પણ જોવા મળ્‍યો હતો. વિરપુર (જલારામ) પોલીસ ટીમ દ્વારા જુદી-જુદી દિશામાં તપાસ શરૂ કરીને યુવકને શોધખોળ હાથ ધરવામાં આવી હોવાનુ

(1:33 pm IST)